<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધોરાજીમાં એસઓજીનો દરોડોઃ જામજોધપુરના બે શખ્‍સો ૪.૮૦ લાખના ગાંજા સાથે ઝડપાયા

જામજોધપુરનો કાસમ અને અશ્વીન ઓડીશાથી ભાગીદારીમાં ‘નશા'નો જથ્‍થો લઇ આવ્‍યા હતાઃ ૯ કિલોથી વધુ ગાંજો, કપડા, ફોન સહિત ૪.૯૯ લાખનો મુદામાલ કબ્‍જે પીઆઇ એફ.એ. પારગી, પીએસઆઇ પી.બી. મિશ્રા અને ટીમની કામગીરી

રાજકોટ તા.રઃ દિવાળીનો તહેવાર નજીકમાં આવતાની સાથે જ રાજકોટ જિલ્લા પોલીસ ‘એલર્ટ' મોડમાં આવી ગઇ છે. માદક પદાર્થના દુષણને ડામવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. ત્‍યારે રાજકોટ ગ્રામ્‍ય એસઓજીની ટીમે ધોરાજીમાં સરદાર ચોક પાસે જનાના ગ્રાઉન્‍ડ નજીકથી જામજોધપુરના બે શખ્‍સોને રૂા.૪.૮૯ લાખના ૯.૭૯૭ ગ્રામ ગાંજાના જથ્‍થા સાથે દબોચી લીધા હતા.

જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસઓજી પી.આઇ. એફ.એ. પારગીની રાહબારીમાં પીએસઆઇ પી.બી. મિશ્રા, એએસઆઇ ફિરોઝભાઇ બ્‍લોચ, પરબતભાઇ શામળા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, કોન્‍સ.નિર્મળસિંહ ચુડાસમા સહિતનો સ્‍ટાફ ધોરાજી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો ત્‍યારે ધોરાજીના સરદાર ચોક પાસે જુનાના ગ્રાઉન્‍ડ પાસેથી શંકાસ્‍પદ ઉભેલા કાસમ જુમાભાઇ સમા (ઉ.વ.૪૦ રહે. ગેબનશાપીરની દરગાર પાસે, જામજોધપુર) અને અશ્વીન ગીરધરભાઇ ભાલોડીયા (ઉ.વ.૪૯ રહે. ખરાવડ વિસ્‍તાર, જામજોધપુર)ને પકડી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા ગાંજો મળી આવ્‍યો હતો.

જેથી એસઓજીની ટીમે બનેને ઝડપી લઇતેની પાસે રહેલી બેગમાંથી રૂા. ૪.૮૯ લાખની કિંમતના  ૯ કિલો ૭૯૭ ગ્રામ ગાંજો જથ્‍થો, બે મોબાઇલ, બે બેગ, રર નંગ  સહિત રૂા. ૪,૯૯,૮પ૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. પુછતાછમાં બંને આરોપીઓ ભાગીદારીમાં ઓરીસ્‍સાના કાંગસા ગામના એક શખ્‍સ પાસેથી દારૂનો જથ્‍થો લાવ્‍યાની કેફીયત આપતા એસઓજીએ ધોરાજી પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

(3:39 PM IST)