<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

દ્વારકામાં SOG પોલીસે મોટું કૌભાંડ ઝડપી પાડ્યું: રૂ. 80.77 લાખની કિંમતની પ્રતિબંધિત અને નકલી દવાનો જથ્થો જપ્ત

આ દવાઓ યમન દેશમાં મ્પક્લય એ પહેલા જ નાના માઢા ગામ નજીક પોલીસે એક વાહન રોકીને તપાસ હાથ ધરતા મોટું કૌભાંડ સામે આવ્યું:પોલીસની તપાસમાં બિલ વગરના ગેરકાયદેસર ૧૧૬ બોક્સ મળ્યા : 9.50 લાખથી વધુ પ્રેગાબાલિન કેપ્સ્યુલનો જથ્થો હતો

દ્વારકામાં SOG પોલીસે એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં અંદાજે રૂ. 80.77 લાખની કિંમતની પ્રતિબંધિત અને નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દવાઓ યમન દેશમાં મોકલવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ તે પહેલાં જ નાના માઢા ગામ નજીક પોલીસે એક વાહન રોકીને તપાસ હાથ ધરતા આ મોટું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં બિલ વગરના ગેરકાયદેસર ૧૧૬ બોક્સ મળી આવ્યા હતા, જેમાં 9.50 લાખથી વધુ પ્રેગાબાલિન (Pregabalin) કેપ્સ્યુલનો જથ્થો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દવાઓ પુણે અને મુંબઈની કંપનીઓમાંથી મંગાવવામાં આવી હતી અને નકલી દસ્તાવેજો તૈયાર કરી તેને વિદેશમાં મોકલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ ગંભીર મામલે પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:51 PM IST)