તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
જામનગરમાંથી ૫૭૬ ગ્રામ ગાંજો કિ.રૂ.૨૮,૮૦૦ ના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી., જામનગર
ગુલામહાજી મમદગોસ શેખ મોરકંડા રોડ, રબ્બાની પાર્ક, રબ્બાની સોસાયટી, શેરી નંબર-૭, ખાતે પોતાના રહેણાક મકાને બહારથી ગાંજો મંગાવી તેનુ વેચાણ કરતો હોવાની બાતમીના આધારે રેડ કરી પકડી લેવાયો

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા જામનગર જિલ્લામા નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીનાઓએ જામનગર જીલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતુ હોય. શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જીલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્શો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે "No Drugs In Jamnagar" અભિયાન શરૂ કરવા સૂચના કરેલ.
હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સપેકટર વી.જે.રાઠોડ તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર તથા એ.વી.ખેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના ધર્મેદ્રભાઈ વૈષ્ણવ તથા જયેશભાઈ પઢેરીયા તથા વિજયભાઈ કારેણા ને બાતમી મળેલ કે, ગુલામહાજી મમદગોસ શેખ (રહેવાસી મોરકંડા રોડ, રબ્બાની પાર્ક, રબ્બાની સોસાયટી, શેરી નંબર-૭, મકાન નંબર-૮, જામનગર વાળો) પોતાના રહેણાક મકાને બહાર થી ગાંજો મંગાવી તેનુ વેચાણ કરે છે. જેથી સદરહુ જગ્યાએ જઈ રેઈડ કરતા હકિકત મુજબનો ગુલામહાજી મમદગોસ શેખ (રહેવાસી મોરકંડા રોડ, રબ્બાની સોસાયટી, જામનગર વાળો) ગે.કા. માદક પદાર્થ ગાંજો ૫૭૬ ગ્રામ કુલ કિ.રૂ.૨૮.૮૦૦/- તથા એક મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા કિ.રૂ.૩૩,૮૦૦/- ના મુદામાલ સાથે પકડાઈ જતા શખ્શ વિરૂધ્ધ સીટી “એ” ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર વી.જે.રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.વી.ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
