તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર આગમનને લઈ થનગનાટ: ટાઉનહોલમાં સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ
સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, અમીબેન પરીખ સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા વિચારવિમર્શ કર્યો; વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે રણનીતિ ઘડાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : આગામી 10 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શહેરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવા માટે જામનગરના ટાઉનહોલ ખાતે શહેરના વિવિધ સામાજિક અને સંસ્થાઓના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, અમીબેન પરીખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને વડાપ્રધાનનું સ્વાગત ઐતિહાસિક બને તે માટે સૂચનો રજૂ કર્યા હતા. શહેર ભાજપ દ્વારા પણ કાર્યકરોને જવાબદારી સોંપી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
