<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

કચ્‍છના કંડલા બંદરે ખજૂરની દાણચોરીઃ વાયા દુબઈ થઈ કંડલા આવેલા ૩ કરોડની પાકિસ્‍તાની ખજૂરના ૧૩ કન્‍ટેનર જપ્‍ત .

૩૬૪ મેટ્રીક ટન ખજૂર ઝડપી ડીઆરઆઈનો ધડાકો, વ્‍હાઇટ કોલર દાણચોરોની સાથે વિવિધ એજન્‍સીઓ દ્વારા આયાતકાર અને કસ્‍ટમ એજન્‍ટ સામે સંયુક્‍ત ઊંડી તપાસ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: ડીઆરઆઈ દ્વારા કચ્‍છના કંડલા બંદરે ૩૬૪ મેટ્રીક ટન જેટલો ખજૂરનો જથ્‍થો ઝડપી દાણચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત ૨૦૨૩ થી દેશની નવી ફોરેન ટ્રેડ પોલીસી હેઠળ પાકિસ્‍તાનમાં ઉત્‍પાદન થતાં કે નિકાસ થતાં તમામ માલ ઉપર સીધી કે પરોક્ષ રીતે આયાત કરવા સામે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. એ અંતર્ગત વાયા દુબઈ થઈને કન્‍ટેનર બદલી મૂળ દેશનું ઓરિજિન બદલી ખોટી માહિતી ડિક્‍લેર કરી બોગસ દસ્‍તાવેજોને આધારે મોકલાયેલ ખજૂરનો ૧૩ કન્‍ટેનરનો જથ્‍થો જપ્ત કરાયો છે. જપ્ત કરાયેલ જથ્‍થાની કિંમત ૩ કરોડ રૂપિયા છે. જોકે, આથી અગાઉ આ જ રીતે મોકલાયેલ અફઘાનિસ્‍તાનથી ડ્રગ્‍સ તેમ જ ઈરાની ડ્રાયફ્રૂટ, સોલવન્‍ટ, કેમિકલ ના જથ્‍થા ઝડપાઈ ચૂકયા છે. આવા કિસ્‍સાઓમાં ડીઆરઆઈ સાથે અન્‍ય એજન્‍સીઓ મળી આયાતકાર ઉપરાંત કસ્‍ટમ ક્‍લિયરિંગ એજન્‍ટોની ઊંડી તપાસ સાથે પૂછપરછ કરે એ રાષ્‍ટ્ર ના હિતમાં છે.

(11:19 AM IST)