<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

મુંદ્રામાં એસએમસીનો દરોડોઃ બે લાખની બે પિસ્‍તોલ, કાર્ટીસ સાથે બે પકડાયાઃ રાજસ્‍થાની સપ્‍લાયરની શોધ

પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમે રમેશ ગઢવી તથા કિશન સલાણીને દબોચ્‍યાઃ હથીયાર આપનાર બાયતુ બાડમેર-રાજસ્‍થાનના ધનરાજ ચોૈધરને ઝડપી લેવા તપાસ

 

રાજકોટ તા. ૨: ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે પヘમિ કચ્‍છ ભુજ જિલ્લાના મુંદ્રા વિસ્‍તારમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. એસએમસીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સંજયસિંહ એમ. જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંદ્રા પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલા અદાણી બાયપાસ હાઇવે રોડ પર, નાના કપાયા ગામના વિસ્‍તારમાં એક સચોટ રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિાયન સ્‍થળ પરથી બે શખ્‍સોને ગેરકાયદે બે પિસ્‍તોલ સાથે દબોચી લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં રમેશ રામભાઈ ગઢવી (રહે. મકાન નં. ૧૭૧, સદગુરૂ સ્‍માર્ટ વિલા, ઉમિયા નગર પાખળ, મુંદ્રા) અને કિશન હરજીભાઈ સલાણી (રહે. સરકારી કુમાર છાત્રાલય, પોર્ટ કોલોની, મુંદ્રા)નો સમાવેશ થાય છે. પોલીસે આ બંને શખ્‍સા પાસેથી રૂપિયા ૨,૦૦,૦૦૦ની કિંમતની ૯ એમ.એમ.ની બે પિસ્‍તોલ, બે એક્‍સ્‍ટ્રા મેગેઝીન, ૨,૮૦૦ની કિંમતના ૧૪ નંગ ૯ એમ.એમ.ના જીવતા કારતુસ, રૂા. ૧,૦૫,૦૦૦ની કિંમતના ત્રણ નંગ એન્‍ડ્રોઇડ મોબાઈલ ફોન અને એક ખાખી બોક્‍સ સહિત કુલ ૩,૦૭,૮૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ હથિયારના જથ્‍થા સાથે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આ ગેરકાયદેસર નેટવર્કનું કનેક્‍શન છેક રાજસ્‍થાન સુધી લંબાયું હોવાનું સામે આવ્‍યું છે, જેમાં હથિયારો સપ્‍લાય કરનાર અથવા આ ગુનામાં સંડોવાયેલા અન્‍ય એક મુખ્‍ય સૂત્રધાર ધનરાજ રામા ચૌધરી (રહે. ગામ બાયતુ, જિલ્લો બાડમેર, રાજસ્‍થાન)નું. નામ ખુલતા પોલીસે તેને વોન્‍ટેડ જાહેર કર્યો છે. સરહદી જિલ્લાના સંવેદનશીલ હાઇવે પરથી આ પ્રકારે મેગેઝીન અને જીવતા કારતુસ સાથે પિસ્‍તોલ પકડાવાના કારણે સ્‍થાનિક સુરક્ષા એજન્‍સીઓ પણ હરકતમાં આવી ગઈ છે કે આખરે આ હથિયારો કયા મોટા ગુનાને અંજામ આપવા માટે અથવા કોની સોપારીના ભાગરૂપે રાજસ્‍થાનથી મુંદ્રા લાવવામાં આવ્‍યા હતા.

હાલમાં આ સમગ્ર હથિયાર તસ્‍કરી મામલે એસ.એમ.સી.ની ફરિયાદના આધારે મુંદ્રા પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧-બી) (એ), ૨૯ તથા જી.પી. એક્‍ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધીને વોન્‍ટેડ આરોપીને ઝડપી પાડવા અને હથિયારોના મુળ સુધી પહોંચવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:56 AM IST)