તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
પોરબંદરમાં કૌશલ્યવર્ધન એકેડમીનું રવિવારે પૂ.રમેશભાઈ ઓઝાના હસ્તે ઉદ્ઘાટન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩: પોરબંદર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા જી. એમ. ચૌહાણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે તાપડિયા ટ્રસ્ટ દ્વારા સંચાલિત 'કૌશલ્યવર્ધન એકેડમી'નું આગામી રવિવાર, તા. ૫મી જુલાઈના રોજ ભવ્ય ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે.
ઉદ્ધાટન કાર્યક્રમ તા.૫ જુલાઈ ૨૦૨૬ને રવિવારે જી. એમ. ચૌહાણ ઈન્ટરનેશનલ સ્કૂલ, જિલ્લા ન્યાયાલય પાસે, પોરબંદર ખાતે યોજાશે.
સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સાથે વર્ષોથી સેવાભાવથી જોડાયેલા તાપડિયા પરિવારના આર્થિક સહયોગથી અને અંબુજા ફાઉન્ડેશનના સહકારથી આ એકેડમી શરૂ થઈ રહી છે. યુવાનોમાં વિવિધ પ્રકારના કૌશલ્યનો વિકાસ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ અહીં આપવામાં આવશે.
એકેડમીમાં અનેક પ્રકારના વ્યવસાયલક્ષી કૌશલ્યની લગતુ માર્ગદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે, જેથી યુવાનો આત્મનિર્ભર બની શકે.આ ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા અને કૌશલ્યવર્ધન એકેડમીનો પરિચય મેળવવા માટે શહેરીજનોને સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
