તા. ૩૧ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 29th October 2026
સુરેન્દ્રનગર મોંઘીબાઈ કન્યા છાત્રાલયમાં શ્રમ કામ કરાવાતા ૧૦ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સુરેન્દ્રનગર ના મૂળચંદ રોડ ઉપર મોંઘીબાઈ છાત્રાલયમાં રહી અને ૧૩૦ થી વધુ વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી છે જેમાં ગ્રામીણ વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટે રહેવા જમવા અને તમામ પ્રકારની સુવિધાઓ ં ઉપલબ્ધ પરંતુ વિદ્યાર્થીનીઓ પાસે કામગીરી કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો છે અને આ અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા વાલીઓને પણ જાણ કરવામાં આવતા વાલીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
એક તરફ કન્યા છાત્રાલયો ચલાવવા માટે સરકાર અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પૂરતી સુવિધા અને સગવડતા મળતી નથી પહેલા ચુડા તાલુકામાં પણ આ પ્રકારની ઘટના બની હતી અને હવે વઢવાણ તાલુકાના મૂળચંદ ગામે આવેલા કન્યા છાત્રાલયમાં પણ આ પ્રકારની ઘટના બનવા પામી છે જેને લઈને છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળકીઓ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
મોંઘીબાઈ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસે રાત્રિ દરમિયાન મજૂરી કામ કરાવવામાં આવ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇને ૧૦થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડવા પામી છે જોકે આ વિદ્યાર્થીનીઓને સારવાર માટે પણ લઈ જવામાં આવી નથી પરિણામે વાલીઓને જાણ કરવામાં આવતા વાલીઓ ત્યાં દોડી આવ્યા હતા અને ે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ટ્રસ્ટીઓ અને સંચાલકો દોડી આવ્યા હતા અને વાલીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ અંગે જરૂરી બેઠકોમાં નિર્ણય કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાલીઓએ લેખિત ખાતરી લેવાની પણ માંગ કરવામાં આવી હતી પોતાની દીકરીઓને ભણવા માટે અને શિક્ષણ માટે છાત્રાલયમાં મૂકવામાં આવે છે અને ત્યાં તેમની પાસે મજૂરી કરાવવામાં આવતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો હતો જો કે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે શિક્ષણ વિભાગ પણ આ અંગે સીસીટીવી કેમેરા તેમજ ત્યાં મળતા પુરાવાઓ એકત્રિત કરી અને યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી છે.
મોંઘીબાઈ છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના સગા દીક્ષિત પારધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીકરીઓને મહેનત મજૂરી તો છાત્રાલયમાં કરાવવામાં આવે છે આ ઉપરાંત ટોયલેટ પણ સાફ-સફાઈ કરાવવામાં આવે છે આ ઉપરાંત રસોઈ પણ બનાવવામાં વિવિધ પ્રકારની મદદ આ દીકરીઓની લેવામાં આવી રહી છે છાત્રાલયમાં દીકરીઓને અભ્યાસ માટે મૂકવામાં આવી છે પરંતુ તે છતાં પણ તેમને અન્ય પ્રવળત્તિ કરાવવામાં આવી રહી છે ત્યારે આ અયોગ્ય છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અંદરનું વાતાવરણ સુધરે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
