<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

શિયાળાના આગમનના એંધાણઃ વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા

ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તેવા સમયે સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ

તસ્‍વીરમાં જસદણ, આટકોટ પંથકમાં છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્‍વીરઃ નરેશ ચોહલીયા (જસદણ), કરસન બામટા (આટકોટ).

રાજકોટ તા.રરઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તેવા સમયે આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

આજે વહેલી સવારના ૪:૩૦ વાગ્‍યાથી ૬ વાગ્‍યા સુધી ઝાકળવર્ષાનો  અનુભવ થયો હતો. રસ્‍તાઓ ઝાકળના કારણે ભીના થયેલા જોવા મળ્‍યા હતા. આજે સવારે અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવતા સામાન્‍ય ઠંડકનો અહેસાસ થયો હતો.

આજે સવારથી મિશ્ર હવામાન યથાવત છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ અનુભવાઇ રહયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ માહિતી મુજબ લઘુતમ તાપમાન ૨૬.૯, મહતમ તાપમાન ૩૪.૧, ભેજ ૯૫ ટકા, પવનની ઝડપ ૩ કિ.મી. રહી છે.

જસદણ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણઃ જસદણ વિછીયા સરધાર આટકોટ કોટડાપીઠા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્‍યો હતો ધુમ્‍મસ અને વરસાદ ની ઋતુનો કુદરતી અલગ અનુભવ લોકોને થયો હતો વરસાદ અને ધુમ્‍મસ એક સાથે સામાન્‍ય રીતે કહેવામાં આવે છે કે મેઘરવો ધુમ્‍મસ ઝાકળ આવે એટલે ચોમાસાની વિદાય નિヘુિત હોય છે પરંતુ આ પંથકમાં મેઘરવો અને વરસાદ સપ્તાહથી આવે છે જે જૂની કહેવત હાલ ખોટી સાબિત થઈ રહી છે રાજકોટ ભાવનગર હાઇવે તથા જસદણ અમદાવાદ હાઈવે પર મેઘરવાનો જોરદાર ધુમ્‍મસ છવાઈ ગયો હતો વહેલી સવારથી જ જસદણ આટકોટ જંગવડ પાંચવડા સરધાર હલેન્‍ડા ભાડલા જીવાપર  કોટડા પીઠા ખાનપર સાણથલી બળધોઈ ચીતલીયા કાનપર વિંછીયા હિંગોળગઢ અમરાપુર લીલાપુર પંથકમાં જોરદાર મેંઘરવો આવતા ધુમ્‍મસ છવાઈ ગયું હતુ.

આટકોટ જસદણ અમદાવાદ હાઈવે તથા ભાવનગર હાઈવે પર વાહનો ધીમાં ચાલ્‍યા હતા એકબીજા વાહન નજીકથી પણ દેખાતા ન હોવાથી લાઈટો ચાલુ રાખવી પડી હતી. વીઝીબીલીટી ધટી જતાં વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્‍કેલ બન્‍યું હતું વહેલી સવારે ૪ વાગ્‍યા થી જોરદાર ઓજસ ધુમ્‍મસ છવાઈ. કુદરતની ડબલ ઋતુનો લોકોએ અનુભવ અહેસાસ હતો.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સાણથલી, બળધોઈ, ચીતલીયા, કાનપર વિસ્‍તારમાં ધુમ્‍મસ છવાઈ ગયુ હતું.

ભાવનગર હાઈવે પર વાહનો ધીમાં ચાલ્‍યા હતા. વીઝીબીલીટી ઘટી જતાં વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્‍કેલ બન્‍યું વહેલી સવારે ૪ વાગ્‍યાથી જોરદાર ધુમ્‍મસ છવાઈ હતી. લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડતું હતું.(

(10:59 AM IST)