<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

દ્વારકામાં શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

વ્‍યાસાસને રાણસીકીના શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ તા.૩: દેવભૂમિ દ્વારકામા શ્રી દ્વારકાધીશજી ભગવાનના સાનિધ્‍યમા આજે તા.૩ થી તા.૯ ઓક્‍ટોબર દરમિયાન શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ ભવ્‍ય આયોજન રાણસીકીના કથાકાર શાષાી કૌશિકભાઈ ભટ્ટના વ્‍યાસાસને કરવામા આવ્‍યું છે.

અક્ષર નિવાસી સીતાબેન ત્રિભોવનદાસ પટેલ પરિવાર (વિસનગર) દ્વારા આયોજિત આ કથાનુ સ્‍થળ  અખિલ ભારતીય મોચી સમાજ અતિથિ ભવન, સંતશ્રી લાલબાપા માર્ગ, દ્વારકાધીશ સોસાયટી, શિશુ મંદિરની બાજુ વાળી ગલી, દ્વારકા છે.કથાકાર શાષાી કૌશિકભાઈ ભટ્ટ દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી સાંજે ૬ વાગ્‍યા સુધી કથાનું રસપાન કરાવશે. વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.

આ કથાનું જીવંત પ્રસારણ ‘‘શાષાી કૌશિકભાઈ ભટ્ટ''ની યુટયુબ ચેનલ પર કરવામાં આવશે.જેથી દેશ-વિદેશના ભક્‍તો ઘરે બેઠા લાભ લઈ શકશે.સર્વે ધર્મપ્રેમી જનતાને આ જ્ઞાનયજ્ઞમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયુ છે.

 

(2:52 PM IST)