તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
જામનગરના નવા રણુજામાં કાલથી શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા, તા. ૧૯: જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવા રણુજામાં કાલે તા. ર૦ થી રર સુધી શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે.
સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. વિપુલ પ્રજાપતિ, જીજ્ઞેશ ગોહેલ, તમન્ના કાઠોર, મુકેશ બારોટ, શૈલેશ મારાજ, અલ્પા પરમાર, રામદાસ ગોંડલીયા, પ્રીતિ વાજા વગેરે કલાકારો સંતવાણી રજૂ કરશે. જયારે જુના રણુજામાં સંતવાણી, કાનગોપી, રામામંડળ સહીતના કલાકારો કાર્યક્રમો રજુ કરશે તો તમામ ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેશે. લાભ લેવા અજયભાઇ કામદાર, સરયુબેન કામદારે આમંત્રણ પાઠવ્યું છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
