<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

શ્રી દ્વારકાધીશજી ભગવાનને પુજારી પરીવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્લા પડદે સ્નાન અભિષેક : રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

શ્રી કૃષ્ણ ભગવાનનો પર૫૩મો જન્મોત્સવ ઉજવાશે : જન્માષ્ટમી નિમીતે શ્રીજીને વિશેષ કેસરીયા વાઘા સોના- ચાંદીના તારથી ભરત કામ કરેલ હીરાજડીત પહેરાવાશે

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૪ : શ્રી દ્વારકાધીશજી ભગવાનને પુજારી પરીવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરાવામાં આવ્યુ હતું.

શ્રીજીના સ્નાન અભિષેક દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

દ્વારકા જગત મંદિરે આજે શ્રીકૃષ્ણનો પર૫૩મો જન્મોત્સવ ઉજવાશે.જન્માષ્ટમી નિમીતે શ્રીજીને વિશેષ કેસરીયા વાઘા સોના- ચાંદીના તારથી ભરત કામ કરેલ હીરાજડીત પહેરાવાશે.

રાત્રે ૧૨ વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)

(10:12 AM IST)