તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
જામનગરમાં પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ : જુઓ વિડિયો
ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ સાથે વિવિધ વ્યવસ્થાઓ કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગરમાં પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ થયો છે. મહાનગરપાલિકા આયોજિત આ લોકમેળામાં 21 નાની મોટી રાઈડશોમાં શહેરીજનોને મનોરંજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સામળી લોકમેળાનું મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગકમિટીના ચેરમેન ધીરેન મોનાણી, મ્યુનિસિપલ કમિશન દીપેશ કેડિયા, રેસિડેન્ટ ક્લેક્ટર ચૌધરી સહિતના અગ્રણીઓ અને ભાજપના નેતાઓએ શ્રાવણી લોકમેળાને વદ સાતમના ખુલ્લો મુક્યો છે.
જે આવનારા 10 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આ લોકમેળામાં ખાસ સુરક્ષાને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ફાયર વિભાગ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સતત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
