<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

જેતપુરના સાડી ઉદ્યોગમાં બાળમજૂરીનો ચોંકાવનારો પર્દાફાશ : ત્રણ કારખાનાઓમાંથી કુલ 13 બાળમજૂરોને મુક્ત કરાવાયા

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના બાળકો પાસે ગેરકાયદેસર રીતે મજૂરી કરાવવામાં આવતી હતી

જેતપુરના સાડી ઉદ્યોગમાં બાળમજૂરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શ્રમ વિભાગ, પોલીસ તેમજ ઔદ્યોગિક સલામતી અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડી 3 કારખાનાઓમાંથી કુલ 13 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા.

  માહિતી મુજબ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના બાળકો પાસે ગેરકાયદેસર રીતે મજૂરી કરાવવામાં આવતી હતી. બાળકોને સાડી ફિનિશિંગ, ઘડી અને ઈસ્ત્રી જેવા કામોમાં લગાડવામાં આવ્યા હતા.દરોડા દરમિયાન પૂર્વાંચલ ફિનિશિંગમાંથી 4, રવિ પ્રિન્ટ્સમાંથી 1 અને શિવ ફિનિશિંગમાંથી 8 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. તમામ બાળકોને સુરક્ષિત રીતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

(12:10 AM IST)