<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગોંડલના બીલીયાળા ગામે કૂવામાંથી પુરુષની લાશ મળતા ચકચાર : ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો : પોલીસે તપાસ હાથ ધરી : જુઓ વિડીયો

મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી આ પુરુષ કૂવામાં પડી ગયો છે કે કોઈએ ધક્કો માર્યો છે કે આત્મહત્યા છે ? તે અંગે અનેક તર્ક-વિતર્ક : પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે

ગોંડલ, તા. 30 : ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

પ્રાપ્ત વિગત મુજબ, બીલીયાળા ગામના કોઈ ખેડૂતે પોતાના ખેતરમાં આવેલા કૂવામાં એક મૃતદેહ તરતો જોયો હતો. જે અંગે તાત્કાલિક ગામના સરપંચ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ કૂવામાંથી પુરુષની લાશને બહાર કાઢી હતી.

 

મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ પુરુષ કૂવામાં પડી ગયો છે કે કોઈએ ધક્કો માર્યો છે, કે આત્મહત્યા છે, તે અંગે અનેક તર્ક-વિતર્ક સેવાઈ રહ્યા છે.

 

હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.(તસવીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:02 PM IST)