હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
ગોંડલના બીલીયાળા ગામે કૂવામાંથી પુરૂષની લાશ મળતા ચકચાર
મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી આ પુરુષ કૂવામાં પડી ગયો છે કે કોઈએ ધક્કો માર્યો છે કે આત્મહત્યા છે ? તે અંગે અનેક તર્ક-વિતર્કઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે : ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢયોઃ પોલીસે તપાસ હાથ ધરી

ગોંડલ, તા. ૩૧: બીલીયાળા ગામના કોઈ ખેડૂતે પોતાના ખેતરમાં આવેલા કૂવામાં એક મળતદેહ તરતો જોયો હતો. જે અંગે તાત્કાલિક ગામના સરપંચ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરના જવાનોએ ભારે જહેમત બાદ કૂવામાંથી પુરુષની લાશને બહાર કાઢી હતી.
મળતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ પુરુષ કૂવામાં પડી ગયો છે કે કોઈએ ધક્કો માર્યો છે, કે આત્મહત્યા છે, તે અંગે અનેક તર્ક-વિતર્ક સેવાઈ રહ્યા છે.
હાલ પોલીસે મળતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.(તસવીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
