તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ગોંડલની જૂની કોર્ટના જજૅરીત બિલ્ડીંગમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર : જુઓ વિડીયો
શિવમ સાર્વજનિક એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો : પીએમ માટે મોકલાયો : ગોંડલ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગોંડલ તા.૨ : ગોંડલ શહેરમાં આવેલી જૂની કોર્ટના જર્જરીત બિલ્ડીંગમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂની કોર્ટના બિલ્ડીંગમાં એક વ્યક્તિ બેભાન હાલતમાં પડી હોવાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક શિવમ સાર્વજનિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ દ્વારા તે વ્યક્તિને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.(તસવીર: ભાવેશ ભોજાણી ગોંડલ)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
