તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
શ્રાવણ માસ અંતર્ગત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આયોજન

રાજકોટ તા.૩૧ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.31-08-2026ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં ‘શિવલિંગ થીમ’ આધારિત અલૌકિક શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને શિવજીના રૂપમાં રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર સાથે વિશેષ શણગારવામાં આવ્યા હતા.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રુદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને મસ્તક (શીશ) પર અર્ધચંદ્ર ધારણ કરાવીને ત્રિશૂળ અને ડીમડુ તેમજ "નમઃ શિવાય" લખેલા વિશેષ વાઘા સાથે શિવજીના રૂપમાં અદ્ભુત અને દિવ્ય શણગારવામાં આવ્યા હતા.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિરના ગર્ભગૃહને શિવલિંગ અને ત્રિપુંડના દ્રશ્યમાન આકાર તેમજ ત્રિશૂળોની આકૃતિઓથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું.આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
