તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Monday, 19th October 2026
કોડીનાર પાલિકાના ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકીએ માથે સળગતી ઇંઢોણી લઇને માતાજીની આરાધના કરી
નવરાત્રી દરમિયાન યોજાતા પરંપરાગત રાસ ધામિર્ક શ્રધ્ધા અને લોકસંસ્કૃતિનું પ્રતિક

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૧૯: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કોડીનાર શહેરમાં માતાજીની આરાધના સાથે વિવિધ ધાર્મિક આયોજનો યોજાઈ રહ્યાં છે. ત્યારે કોડીનારની માળી શેરી ખાતે સાતમા નોરતે યોજાયેલા પરંપરાગત સળગતી ઈંઢોણીના રાસમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સહભાગી બન્યા હતા.તેમણે પોતાના માથે સળગતી ઈંઢોણી ઉપાડીને રાસ રમતાં મા અંબાની આરાધના કરી હતી.
માળી શેરી ખાતે યોજાતા સળગતી ઈંઢોણીના આ પરંપરાગત રાસને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ સાતમા નોરતે રાસ નિહાળવા નગરજનોની મોટી ભીડ એકત્ર થઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીએ માત્ર હાજરી જ નહીં, પરંતુ પોતે પણ માથે સળગતી ઈંઢોણી ઉપાડીને રાસમાં ભાગ લીધો હતો. તેમના આ સહભાગિતાએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.નવરાત્રિ દરમિયાન યોજાતા આવા પરંપરાગત રાસ ધાર્મિક શ્રદ્ધા અને લોકસંસ્કળતિનું પ્રતીક છે. માળી શેરીમાં સળગતી ઈંઢોણીના રાસની પરંપરા નવરાત્રિની ઉજવણીને આગવી ઓળખ આપે છે.
આ પ્રસંગે શિવાભાઈ સોલંકીએ મા અંબાના ચરણોમાં કોડીનારના તમામ નગરજનો સુખી, સમળદ્ધ અને સ્વસ્થ રહે તેમજ શહેરમાં સુખ-શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. સાતમા નોરતે સળગતી ઈંઢોણીના રાસ સાથે માળી શેરીમાં ભક્તિમય માહોલ છવાયો હતો.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
