તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોયઃ પૂ.મોરારીબાપુ
પાલીતાણામાં ‘માનસ શિવ સંકલ્પ' શ્રીરામ કથામાં ઉમટતા ભાવિકો

રાજકોટ, તા. ર૧: સાધના અને તપની ભૂમિ પાલીતાણામાં પ્રાવહિત થઇ રહેલી રામકથા ‘માનસ શિવ સંકલ્પ' ના ત્રીજા દિવસે કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયુ હતું કે - પાલિતાણાની આ ભૂમિ મારી દ્રષ્ટિએ ત્રિવેણી ભૂમિ છે. અહિં હરિરામબાપુ (ગોદડીગા) ની ચેતના છે, ‘બાપા સીતારામ'ની આહલેક જગાડનાર બજરંગદાસ બાપુ અને રણછોડગિરિબાપુ- આ ત્રણેય મહાપૂરૂષોનું મિલન થતુ રહેતું ‘એટલ અધ્યાત્મ અને વૈચારિક દ્રષ્ટિએ આ ભૂમિને હું ત્રિવેણી ભૂમિ માનું છું. સત્યમ, શિવમ અને સુંદરમનો અહિં યોગ રચાયો છે. આ ગામની દિશા અને દશાને હું ઓળખું છું. તંત્રવિદ્યાની પણ આ ભૂમિ છે.
એક શ્રોતાનો પ્રશ્ન છે કે બાપુ, શિવ સંકલ્પ અને જીવ સંકલ્પમાં તફાવત શું ? જવાબઃ જીવ સંકલ્પ માટે ભાગે સ્વાર્થ હોય છે જયારે શિવ સંકલ્પમાં નર્યો પરમાર્થ જ હોય છે આપણે સંસારી છીએ, હું અને તમે જીવ છીએ એટલે આપણે સંકલ્પમાં સ્વાર્થ હોય છે. બહુધા બીજુઃ જીવના સંકલ્પમાં અસમાન હોય ભેદભાવ હોય, શિવ સંકલ્પ કેવલ સમાનતા જુએ છે. પાંડુરંગ દાદાએ કહયું છે કે - ગીતા સમતવાદનો ગ્રંથ છે જીવના સંકલ્પમાં અધીરતા - અધૈર્ય હોય છે, ધીરજ ન હોય. જયારે શિવ સંકલ્પમાં ધીરજ હોય છે. જીવના સંકલ્પમાં પાપવૃતિ-લંપટ હોય છે. શિવની સંકલ્પ પુણ્ય-પ્રેમ લિપ્ત સંકલ્પ હોય છે.
એક પ્રશ્ન પૂછાયો છે કે- બાપુ,રામની આગળ ઓમ નથી શ્રીરામ બોલાછય છે. તો ઓમ કેમ નહી? જવાબ રામ સ્વયં ઓમૐ છે. રામ ઓમ છે. ઓમ રામ છે એટલે એની આગળ ઓમ લખવા-બોલવાની જરૂર નથી કેમકે રામસ્વયં ઓમ છે. સાધુને પણ ઓમની જરૂર નથી. સાધુને આવા વિશેષણ કે લટકણિયાની જરૂર નથી. (મનોજ જોશી ‘મજા' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૪ મો, ૮૧૪૦૨ ૧૩૧૩૦)
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
