તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ગોંડલમાં મશ્કરી બાબતે અર્જુનને શીવાએ લોખંડના પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૭: ગોંડલમાં સિવિલ હોસ્પિટલ નજીક ભગવતપરા શેરી નં. ૬માં રહેતાં અર્જુન વીરાભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામના યુવાન પર નજીકમાં જ રહેતાં શીવા નામના શખ્સે લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અર્જુનના કહેવા મુજબ તે ભંગાર વીણવાની મજુરી કરે છે. સાંજે તે ઘર નજીક પોતાની માસીયાઇ બહેન સાથે હતો અને બંને મજાક મશ્કરી કરતાં હતાં ત્યારે શીવાએ આવીને અહિ શું કામ મસ્તી કરો છો? તેમ કહી ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલ એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
