News of Thursday, 17th September 2026
શિવસેના મોરબી દ્વારા શહેરના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત: આયોજકોનું કરાયું સન્માન.
ધાર્મિક અને સામાજિક કામગીરી બદલ ગણેશ મહોત્સવના આયોજકો અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ નિમિત્તે તારીખ 16 સપ્ટેમ્બર ને બુધવારના દિવસે શિવસેના મોરબીની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવનાપંડાલોની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન શિવસેનાના આગેવાનો અને સભ્યોએ પંડાલોમાં બિરાજમાન ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ ગણેશ મહોત્સવના આયોજકો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. મંડળો દ્વારા કરવામાં આવતી સુંદર ધાર્મિક તેમજ સામાજિક કામગીરીને બિરદાવીને તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ગણેશ મહોત્સવના આ પાવન પર્વને શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહેલા તમામ આયોજકોને શિવસેના મોરબી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ તકે ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
