<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ધર્મગુરૂ નામદાર આગાખાન સાહેબ ૯ સપ્‍ટેમ્‍બરથી ભારતની મુલાકાતે

ભારત સરકારના આમંત્રણને માન આપી શિયા ઈસ્‍માઈલી ખોજા કોમના ધર્મગુરૂ અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં પધરામણી કરશેઃ દીદારની નવાજેશની જાહેરાતથી દેશભરની ખોજા કોમમાં આનંદની લહેર, જમાતખાનાઓમાં રોશનીનો શણગાર

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા.૮: શિયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના આધ્‍યાત્‍મિક ધર્મગુરુ નામદાર આગાખાન સાહેબ આગામી તારીખ ૯ થી ૧૫ સપ્‍ટેમ્‍બર દરમિયાન ભારતની મુલાકાતે પધારી રહ્યા છે. ભારત સરકારના વિશેષ આમંત્રણને માન આપીને તેઓ આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં તેમના અનુયાયીઓને દીદારની નવાજેશ ફરમાવશે. ધર્મગુરૂના આગમનના સમાચારથી સમગ્ર ભારતમાં ઈસ્‍માઈલી ખોજા કોમમાં ખુશાલી છવાઈ ગઈ છે અને જમાતખાનાઓને રોશનીથી શણગારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઘણા લાંબા સમયની આતુરતા અને ઈંતેજારી બાદ, ભારત સરકારના વિશેષ આમંત્રણને માન આપીને શિયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમના આધ્‍યાત્‍મિક ધર્મગુરૂ નામદાર આગાખાન સાહેબ નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈય્‌ ની હાજર ઈમામ -( યા અલી બાપા) ભારતની પવિત્ર મુલાકાતે પધારી રહ્યા છે. આગામી તારીખ ૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ થી ૧૫ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ સુધી તેઓ ભારતમાં રોકાણ કરશે અને તેમના લાખો અનુયાયીઓને દીદારની નવાજેશ ફરમાવશે.

શઆ ઐતિહાસિક મુલાકાત દરમિયાન નામદાર આગાખાન સાહેબ દેશના ત્રણ મુખ્‍ય શહેરો - ગુજરાતના અમદાવાદ તેમજ મહારાષ્‍ટ્રના મુંબઈ અને તેલંગાણાના હૈદરાબાદમાં પધરામણી કરવાના છે. આ ત્રણેય સ્‍થળોએ તેઓ ઈસ્‍માઈલી ખોજા કોમના લોકોને દીદાર આપીને કળતાર્થ કરશે. આ ઉપરાંત, પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સરકારી સંસ્‍થાઓ તેમજ ઈસ્‍માઈલી ખોજા કોમની શૈક્ષણિક અને સામાજિક સંસ્‍થાઓની પણ વિશેષ મુલાકાત લેશે.પોતાના પરમ આદરણીય ધર્મગુરૂના ભારતમાં આગમનના શુભ સમાચાર મળતાની સાથે જ સમગ્ર ભારતભરની શિયા ઈમામી ઈસ્‍માઈલી ખોજા કોમમાં આનંદ અને ઉત્‍સાહનું મોજું ફરી વળ્‍યું છે. આ ખુશાલીની ઉજવણીના ભાગરૂપે આખા માસ દરમિયાન દેશભરના તમામ જમાતખાનાઓને આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. અનુયાયીઓ દ્વારા દાંડિયા રાસ અને ગરબાની રમઝટ બોલાવીને આ પવિત્ર અવસરની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે તેમ રહીમ આર. વસાયાની યાદીમાં  જણાવાયું છે. ધર્મગુરૂના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર કોમ તેમના સ્‍વાગત માટે આતુર છે.

(10:29 AM IST)