<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

કાલે અમરેલી તથાસ્‍તુ વિદ્યાપીઠમાં શરદોત્‍સવનું ભવ્‍ય આયોજન

પૂજ્‍ય જીગ્નેશ દાદા રાધે રાધે ના સાનિધ્‍યમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૪: અમરેલી નજીક તથાસ્‍તુ વિદ્યાપીઠ ખાતે આગામી તારીખ ૨૫ ૧૦ ૨૦૨૬ શરદ પૂનમ પર્વ નિમિત્તે પ્રેમ મંદિરમાં પૂજ્‍ય જીગ્નેશ દાદા રાધે રાધે ના સાનિધ્‍યમાં રાત્રીના ૮.૩૦ થી ૧૨ કલાક સુધીનું  શરદઉત્‍સવ નું ભવ્‍યાતી ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

 આ પ્રસંગે રાજ્‍યભરમાંથી ખેલૈયાઓ ઉપસ્‍થિત રહી રાસની રમઝટ બોલાવશે કાર્યક્રમના અંતે દૂધ પવાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ તકે સંસ્‍થાના સ્‍થાપક જીગ્નેશ દાદા રાધે રાધે એ મોટી સંખ્‍યામાં લોકોને શરદોત્‍સવનો લાભ લેવા અપીલ કરી છે. તેમ મનોજ જોશીની  યાદીમાં જણાવેલ છે.

 

(12:45 PM IST)