<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ગોંડલ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર-અક્ષર મંદિરે શરદ પુનમની ઉજવણી

ભવ્‍ય સત્‍સંગ સભામાં હરિભકતો અને સંતો જોડાયા

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા.૨૭: BAPS સ્‍વામિનારાયણ મંદિર શ્રી અક્ષર મંદિર ગોંડલ ખાતે તા. ૨૫ ઓક્‍ટોબર, ૨૦૨૫ના રોજ શરદ પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે ગુણાતીતાનંદ સ્‍વામીના જન્‍મોત્‍સવે ભવ્‍ય સત્‍સંગ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ભક્‍તિમય અને આધ્‍યાત્‍મિક વાતાવરણમાં વિવિધ ધાર્મિક, સાંસ્‍કળતિક અને પ્રેરણાત્‍મક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્‍તજનોને ભક્‍તિ, સત્‍સંગ અને સંસ્‍કારનો લાભ મળ્‍યો હતો.

પૂજ્‍ય સંતો અને ભક્‍તો દ્વારા  પ્રથમ, દ્વિતીય, તળતીય, ચતુર્થ અને પંચમ આરતી કરવામાં આવી હતી, જેમાં ભક્‍તોએ ભક્‍તિભાવપૂર્વક ભાગ લીધો હતો.

સભામાં પૂજ્‍ય સંતસ્‍વરૂપ સ્‍વામી, પૂજ્‍ય સૌમ્‍યમૂર્તિ સ્‍વામી અને પૂજ્‍ય દિવ્‍યપુરુષ સ્‍વામી દ્વારા વિવિધ વિષયો પર પ્રેરણાત્‍મક પ્રવચનો આપવામાં આવ્‍યાં હતાં. સંતોના પપ્રવચન દ્વારા ઉપસ્‍થિત હરિભક્‍તોને આધ્‍યાત્‍મિક જીવન, ભક્‍તિ, સત્‍સંગ અને સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળી હતી.

યુવક મંડળ દ્વારા ‘ભીમો કડિયો' તથા ‘વરસાદ અટકાવ્‍યો' જેવા રસપ્રદ સંવાદો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસ્‍તુતિઓ દ્વારા શ્રોતાઓને પ્રેરણાત્‍મક સંદેશ સાથે મનોરંજનનો પણ લાભ મળ્‍યો હતો. બાળમંડળ દ્વારા ‘શરદ પૂનમની રાતડી' વિષય પર સુંદર નળત્‍ય પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી, જેને ઉપસ્‍થિત સૌએ રસપૂર્વક નિહાળી હતી. ત્‍યારબાદ પૂજ્‍ય સંતો દ્વારા પંચમ આરતી કરવામાં આવી.

આ સમગ્ર સત્‍સંગ સભાએ ભક્‍તજનોમાં ભક્‍તિભાવ, આધ્‍યાત્‍મિક ચેતના અને ભારતીય સંસ્‍કળતિ તથા સંસ્‍કારો પ્રત્‍યેની ભાવનાને વધુ દૃઢ બનાવવાનો સુંદર અવસર પૂરો પાડ્‍યો હતો. શરદ પૂનમના પવિત્ર પર્વની ઉજવણી ભક્‍તિમય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી

(10:51 AM IST)