<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જામનગરમાં આવનારી તહેવારોની મોસમમાં શાંતિ જાળવવા સિટી સી ડિવિઝન પોલીસનું શંકર ટેકરી વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ

અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ લાવવા કૂખ્યાત ગુન્હેગારોના ઘરે જઈ હાજરી અને ગતિવિધિઓ અંગે વિગતવાર તપાસ હાથ ધરાઈ : જામનગર પોલીસ દ્વારા ચેકિંગ સઘન બનાવાયું

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર શહેરમાં આગામી તહેવારોની મોસમને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ રાખી શકાય તેવા સ્પષ્ટ હેતુથી સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા શંકર ટેકરી વિસ્તારમાં વિશેષ અને સઘન ડ્રાઈવ યોજવામાં આવી હતી.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસ કાફલા દ્વારા વિસ્તારમાં પગપાળા (ફૂટ) પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે વાહન ચેકિંગ તથા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, ગુનાખોરી પર લગામ કસવાના ભાગરૂપે વિસ્તારના કૂખ્યાત ગુન્હેગારોના રહેણાંક સ્થાનો પર જઈને તેમની હાજરી અને વર્તમાન ગતિવિધિઓ અંગે પોલીસ ટીમ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.

તહેવારો દરમિયાન સમગ્ર શહેરમાં શાંતિ, સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જામનગર પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

(9:02 PM IST)