<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનિદેવ જયંતિની ઉજવણીઃ કાલથી પુરૂષોતમ મહિનાનો પ્રારંભ

જુદા-જુદા ગામોમાં શનિદેવ મંદિરે ભાવિકો ઉમટયાઃ પૂજન, અર્ચન સહિત વિશેષ કાર્યક્રમોઃ કાલથી એક મહિના સુધી ‘અધિક માસ' નિમિતે ધાર્મિક કાર્યો

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગામે-ગામ આજે શ્રી શનિદેવ મહારાજની જન્‍મ જયંતિ ઉજવાઇ રહી છે. જયારે કાલથી પુરૂષોતમ મહિનાનો પ્રારંભ થશે.

હિન્‍દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા પુરૂષોતમ માસ એટલે કે અધિક માસનો પ્રારંભ કાલે તા. ૧૭ મે ર૦ર૬, શનિવારથી થઇ રહ્યો છે. આ પવિત્ર માસ તા. ૧પ જુન ર૦ર૬, રવિવાર સુધી રહેશે. ત્રણ વર્ષે આવતા આ અધિક માસને મલમાસ પણ કહેવાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્‍ણએ આ માસને પોતાનું નામ ‘પુરૂષોતમ' આપીને સર્વશ્રેષ્‍ઠ બનાવ્‍યો છે. આ માસમાં કરવામાં આવતા જપ, તપ, દાન અને પૂજા-પાઠનું અનેકગણુ ફળ મળે છે.

જસદણ

(હિતેશ ગોસાઇ-હુસામુદીન કપાસી દ્વારા) જસદણ :.. હિન્‍દુ સમાજમાં આવતીકાલે રવિવારે અધિક માસ પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે ત્‍યારે રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન અલ્‍પેશભાઈ રૂપારેલિયા,જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણીએ સર્વે જસદણવાસીઓ ને આ માસની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે આવતી કાલ તા.૧૭ મે ૨૦૨૬ રવિવારથી હિન્‍દુ પંચાગ મુજબ અધિક માસ બેસી રહ્યો છે ત્‍યારે તપ, દાન અને ખાસ કરીને આત્‍માને શુધ્‍ધ બનાવનારા સકારાત્‍મક ઉર્જા પુરી પાડનારા પરષોત્તમ માસની નાગરિકોને શુભેચ્‍છા પાઠવું છું વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે ભારતીય ખગોળ વિજ્ઞાન અને એસ્‍ટ્રોનોમીની અદ્વુત દેણના કારણે ત્રીજા વર્ષે આવતો પુરૂષોત્તમ માસ એક ધાર્મિક તરીકે ભારતીય સંસ્‍કળતિમાં મહત્‍વનું માનવામાં આવી રહ્યું છે ત્‍યારે કાલથી શરૂ થનારા અધિક માસની દરેક નાગરિકોને શુભેચ્‍છા અને શુભકામના અંતમાં આગેવાનો દ્વારા પાઠવવામાં આવી હતી.

ભાવનગર

ભાવનગરના સરદારનગર સ્‍થિત નંદાલય હવેલી પર અધિક પુરુષોત્તમ માસ દરમિયાન પૂજ્‍ય ગોસ્‍વામી ૧૦૮ શ્રી નવનીતલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા પૂજ્‍ય ગોસ્‍વામી ૧૦૮ શ્રી આનંદબાવાશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ મનોરથોનું આયોજન થયેલ છે. અધિક માસનું ફળ અધિક છે  આ નીતિ વાકય અંતર્ગત પરમ પાવન અધિક પુરુષોત્તમ માસ દરમિયાન  આગામી ૧૭ મે રવિવાર થી ૨૩  મે  શનિવાર દરમિયાન  પુષ્ટિમાર્ગના વિદ્વાન શાષાીજી શ્રી જેમીનીભાઈના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે. રવિવારે બપોરે ૪.૩૦ વાગે પોથી યાત્રા નીકળશે તથા કથા શ્રવણ નો સમય દરરોજ સાંજે ૫ થી ૮ છે.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી :  મોરબી ના નવલખી રોડ પર કુબેરનગર માં આવેલ સેવાના ધામ તરીકે જાણીતા. શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તા ૧૬ / ૫ શનિવારે શનિ જયંતી મહોત્‍સવ નિર્મિત એ સવારે ૭ /૩૦ વાગે ૧૧ કુંડી ૩૩ કોટી મહાયજ્ઞ સાંજે ૬ / ૧૫ શની મહારાજની મહાઆરતીને કેક કટીંગ કરવામા આવશે સાથે ધ્‍વજા રોહણ સહીત કાર્યક્રમ નું આયોજન કરાયુ છે મોરબીની ધર્મપ્રેમી જનતા એ લાભ લેવા યાદી માં જણાવ્‍યુ છે. 

 

(11:15 AM IST)