<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ભાવનગરમાં શનિવારે યોજાશે 'શબ્દ સુરના સથવારે' – અષાઢી સંગીત સંધ્યા

કાવ્ય, સંગીત અને સંવેદનાનો આ અદ્વિતીય સમન્વય દરેક સંગીતપ્રેમી માટે યાદગાર અનુભવ બની રહેશે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં સંગીત અને સાહિત્યનાસંગમથી સર્જાતી ભાવવિભોર ક્ષણોને માણવા માટે સંગીતરસિકો માટે તા. ૧-૮-૨૦૨૬, શનિવાર, રાત્રે ૮:૩૦ વાગ્યે, ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ, ભાવનગર ખાતે 'શબ્દ સુરના સથવારે' શીર્ષક હેઠળ કલા સંસ્થા અંકુર નાં સ્થાપક  મફતભાઈ સોલંકીનાં આયોજન હેઠળ સુગમ સંગીતનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ સંગીત સંધ્યામાં જાણીતા સાહિત્યકાર અને સર્જક ડો. પરેશભાઈ સોલંકીની હૃદયસ્પર્શી રચનાઓને, સુપ્રસિદ્ધ ગાયક-સ્વરકાર પ્રા. ગિરિરાજ જયદેવભાઈ ભોજકના મધુર સ્વરનિયોજન હેઠળ સંગીતબદ્ધ કરવામાં આવી છે. આ કૃતિઓને ભાવનગરના અગ્રણી અને પ્રતિભાશાળી કલાકારો પોતાના સ્વરથી જીવંત બનાવશે.
અષાઢના મીઠા માહોલમાં શબ્દ અને સૂરના સંગમથી સર્જાનારી આ સંગીતમય સાંજ શ્રોતાઓને ભાવવિભોર કરી દે તેવી બની રહેશે. કાવ્ય, સંગીત અને સંવેદનાનો આ અદ્વિતીય સમન્વય દરેક સંગીતપ્રેમી માટે યાદગાર અનુભવ બની રહેશે.આ અષાઢી જલસાને માણવા શહેરના તમામ સંગીતરસિકો, સાહિત્યપ્રેમીઓ તથા શુભેચ્છકોને સહર્ષ અને સ્નેહભર્યું આમંત્રણ પાઠવાયુ છે

(8:31 PM IST)