તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલુ વાતાવરણઃ ધોધમાર વરસાદની રાહ
મેઘરાજા હવે સાર્વત્રિક મહેર કરે તેવી પ્રાર્થનાઃ પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડમાં બાકી રહેલા જીલ્લાઓમાં પણ વરસાદની આશા

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા તૂટી પડશે તેવી આગાહી વચ્ચે આજે સવારથી ગોરંભાયેલુ વાતારણ છવાયેલુ છે અને ધોધમાર વરસાદની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.
મેઘરાજા હવે સાર્વત્રિક મહેર કરે તેવી પ્રાર્થના થઇ રહી છે. પ્રથમ રાઉન્ડમાં સટાસટી બોલાવ્યા બાદ બીજા રાઉન્ડમાં બાકી રહેલા જીલ્લામાં પણ વરસાદ પડે તેવી આશા સૌ કોઇ રાખી રહ્યા છે.
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેર અને જિલ્લાભરમાં ભારે વરસાદી માહોલ ઊભો થયો છે. કાળા ડીબાંગ વાદરો વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદ સવારથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. તંત્ર દ્વારા પણ ભારે વરસાદની આગાહીને પગલે સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટરશ્રી ડો. મનીષ બંસલે આજે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ લઘુતમ તાપમાન ૨૯ ડિગ્રી, મહતમ ૩૩.૨, ભેજ ૮૨ ટકા અને પવનની ઝડપ ૧૦.૯૨ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
સુરેન્દ્રનગર
(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરતાં જણાવાયું છે કે, કોઈ પણ અકસ્માત કે જાનહાનિ નિવારવા માટે જર્જરિત મકાનો, નમી ગયેલાં વળક્ષો કે વીજપોલ નજીક જવાનું ટાળવું. આ ઉપરાંત નદી, નાળાં, ધોધ કે વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેવા જોખમી સ્થળોએ ન જવા તથા આગામી બે દિવસ સુધી બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળી સુરક્ષિત રહેવા અનુરોધ અનુરોધ કરવામાં આવ્યો છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
