તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
પેપર લીક કરનારાને આકરી સજાઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ નરેશ જૈન
કસુરવાર સામે આકરી સજા, આર્થિક દંડ અને જરૂર પડયે એફઆઇઆર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૨૦ તારીખે લેવાયેલ ‘‘શલ્યતંત્ર'' વિષયનું પેપર લીક થયાના આક્ષેપો પર ઉપ કુલપતિએ પ્રતિક્રિયા આપી છે.
યુનિવર્સિટીના ત્રણ અધિકારીઓની કમિટી આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. કુલ ૨૬ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં આશરે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. કસૂરવાર સાબિત થનાર સામે યુનિવર્સિટીના નિયમો મુજબ આકરી સજા, આર્થિક દંડ અને જરૂર પડ્યે FIR પણ દાખલ કરવામાં આવશે.
વાઇસ ચાન્સેલરના જણાવ્યા મુજબ, નવા અભ્યાસક્રમ આધારિત આ પેપર સેટ કરવા માટે ૫ અલગ-અલગ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી પેપર કયાંથી અને કેવી રીતે લીક થયું, તે હાલ તપાસનો મુખ્ય વિષય છે તેમ નરેશ જૈન, વાઇસ ચાન્સેલર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર એ જણાવ્યુ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
