<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ર૦ મે સુધી આકરી ગરમી યથાવત જ રહેશેઃ સ્‍કાયમેટ

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૮ :.. ખાનગી હવામાન સંસ્‍થા, સ્‍કાયમેટના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવત ગુજરાતની હાલની આકરી ગરમી વિષે જણાવે છે કે, આગામી ર૦ મે સુધી તો ગુજરાતમાં ગરમીમાં કોઇ રાહતની કે વાતાવરણમાં પલ્‍ટાની કોઇ સંભાવના જણાતી નથી.

આઇએમડીનો વર્તારો જણાવે છે કે, બંગાળની ખાડી-આંદામાન નિકોબારથી ચોમાસુ આગળ વધવા ફેવરેબલ છે. આગામી ૧૯ મે સુધી ગુજરાતના તાપમાનમાં કોઇ બદલાવ જોવા નહીં મળે. અર્થાત હાલની ગરમી યથાવત રહેશે. પણ ર૦ થી રર મે સુધીમાં ક્રમશઃ ર થી ૩ ડીગ્રીનો તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના રહે છે.

મૌસમ તક વેધર ચેનલના ફાઉન્‍ડર ત્રિપાઠીનો એક અભ્‍યાસ વાસ્‍તવિક જણાય છે કે, આ સમયે આવતા પヘમિી વિક્ષોભ નકશામાં ભારતને સ્‍પર્શયા વિના ઉંચાઇ પરથી પસાર થઇ જતા હોય છે. પણ હાલ આ પヘમિી વિક્ષોભ સતત જમ્‍મુ-કાશ્‍મીરને ટચ કરી પસાર થઇ રહ્યા છે.

(11:44 AM IST)