<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સાવરકુંડલામાં ડીઝલની ભારે અછતઃ મધરાત સુધી લાંબી કતારો છતાં ખાલી હાથે પાછા ફરે છે લોકો

ખેડૂતોથી લઈને ટ્રાન્‍સપોર્ટરો સુધી સૌ પરેશાન, ઉનાળુ પાકને પાણી પીવડાવવાની ચિંતા, તાત્‍કાલિક ઉકેલ માટે સરકાર સામે ઉઠી માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૨: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડીઝલની ભારે અછત સર્જાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપો પર રાત્રે દોઢ-બે વાગ્‍યા સુધી વાહનચાલકોની મોટી કતારો લાગી રહી છે, છતાં મોટાભાગના લોકોને ખાલી હાથે પાછા ફરવું પડી રહ્યું છે.

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતોને ઉનાળુ પાકને પાણી પીવડાવવા માટે ટ્રેક્‍ટર અને પાણીના પંપ ચલાવવા ડીઝલની તાતી જરૂરિયાત છે.

(1:26 PM IST)