News of Sunday, 20th September 2026
મોરબીના વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા.
બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી લેવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાવડી રોડ પર કારીયા સોસાયટીમાં બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧)અર્જુનભાઇ વિષ્ણુભાઇ નકુમ (રહે.મોરબી વાવડી રોડ, કારીયા સોસાયટી) (ર) આર્યનભાઈબાલુભાઇ મકવાણા (રહે.મોરબી, મહેન્દ્રપરા) (૩) મોહનભાઇ પ્રેમજીભાઇ હડીયલ( ઉ.વ.૪ર )(રહે. મોરબી,માધાપર) (૪)રાહુલભાઈ મનુભાઈ મકવાણા (રહે.મહેન્દ્રપરા, મોરબી) (પ) વિવેકભાઈ હરીભાઈ ભલસોડ( રહે.વાવડી રોડ, કારીયા સોસાયટી, મોરબી) (૬) જનકભાઈ અશોકભાઈ ભલસોડ( રહે.વાવડી રોડ,કારીયા સોસાયટી, મોરબી) અને આરોપી (૭) કેવલભાઈ જેન્તીલાલ ભલસોડ (રહે.વાવડી રોડ, કારીયા સોસાયટી, મોરબી વાળા) ઓને રોકડા રૂપિયા ૧૧,૫00 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
