News of Monday, 19th October 2026
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પૂ. ભાઇશ્રીના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાનમાં સેવાયજ્ઞ
માનવ સેવાયજ્ઞ સમાન ૩ મહત્વના મેડિકલ કેમ્પ સંપન્ન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.૧૬, શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નિમિત્તે સાતમાં નોરતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ સંકુલમાં આવેલા સાંદીપનિ ઈંગ્લિશ મીડિયમ સ્કુલ ખાતે તા. ૧૭-૧૦-૨૦૨૬, શનિવારના યોજાયેલ ત્રણ સુપર સ્પેશ્યાલિટી મેડિકલ કેમ્પ નેત્રમણી સાથેનો નેત્રયજ્ઞ, પલ્મોનોલોજી કેમ્પ તથા એન્ડોક્રાઇનોલોજી કેમ્પનું ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય સાથે ઉદ્ધાટન કરવામાં આવેલ હતું.
આ ઉદધાટનના અવસર ગૌતમભાઈ ઓઝા, કલેકટર પોરબંદર એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહજી જાડેજા, મેડીકલ કોલેજ પોરબંદરના ડીન ડો. સુશીલ કુમાર, વિનોદજી સાધુ (જાંબીયા), મનોરથી પરિવાર વતી દુબઈથી પધારેલ કિરણભાઈ પેથાણી, ટ્રસ્ટી અને માજી સાંસદ ભરતભાઈ ઓડેદરા, કચ્છ થી પધારેલ અરજણભાઈ કાનગડ, પોરબંદરના સિનિયર મોસ્ટ ફિઝિશ્યન ડો. સુરેશભાઈ ગાંધી, કેમ્પમાં સેવા આપનાર ડો.વિવેક આર્ય (અમદાવાદ), રાજકોટના ડો. જયેશભાઈ ડોબરીયા (પલ્મોનોલોજીસ્ટ), ડો.નરસી વેકરીયા (રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા.
સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આયોજિત નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞમાં ૧૭૨ જેટલા દર્દીઓને તપાસવામાં આવેલ હતા. જેમાં પાંચ દર્દીઓને વીરનગર ખાતે મોતિયાના ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા હતા. આ કેમ્પમાં બ્રહ્મલીન ડોક્ટર શિવાનંદ અધ્વર્યૂની પ્રેરણાથી દીક્ષિત થયેલ શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ, વીરનગરના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.
આ કેમ્પમાં સૌરાષ્ટ્રના સિનિયર મોસ્ટ અને સેવાભાવી પલ્મોનોલોજીસ્ટ ડો. જયેશભાઈ ડોબરીયા (સિનરજી હોસ્પિટલ) રાજકોટ અને ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ હતી. આ કેમ્પના મનોરથી તરીકે સ્વ.રતનમૈયાની સ્મળતિમાં તાપડિયા પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી એન્ડ્રોકાઇનોલોજી કેમ્પમાં અમદાવદના અમદાવાદના સુપ્રસિદ્ધ સીનીયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડો.વિવેક આર્ય તથા તેમની ટીમ દ્વારા માનદ સેવા પૂરી પાડવામાં આવી હતી.
નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ તથા એન્ડોક્રાઇનોલોજી કેમ્પના મનોરથી તરીકે ગં.સ્વ.કાંતાબેન રમણિકલાલ સૂચક તથા પરિવાર - દાર-એ-સલામ દ્વારા સેવા આપવામાં આવી હતી.
સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત સાતમા નોરતે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલેકટર તન્ના ઉપસ્થિત રહીને શ્રીરામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાનમાં જોડાયા હતા તેમજ વિરામસમયે શ્રીરામચરિત માનસની આરતીમાં પણ જોડાયા હતા તથા પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા . (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
