<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

જામજોધપુર તાલુકામાં 16 ગ્રામ ક્લસ્ટરોમાં બે તબ્બકમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાશે

સેવાસેતુ કાર્યક્રમથી આસપાસના ગામોના નાગરિકોને પણ વિવિધ સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે મળશે

જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નાગરિકોને તેમના ગામના નજીકના સ્થળે સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી ‘સેવાસેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ ક્લસ્ટર પદ્ધતિથી યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય ગામની સાથે આસપાસના સંકળાયેલા ગામોના નાગરિકોને પણ સેવાઓનો લાભ આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં સપ્ટેમ્બર માસ દરમિયાન 8 ક્લસ્ટરમાં સેવાસેતુ યોજાશે. તા ૧૧ સપ્ટેમ્બર  મોટી ગોપ ક્લસ્ટર હેઠળના ગામો કરશનપર, મોટીગોપ, ઝીણાવારી, ઘેલડા, ધુનડા, કોઠાાવિરડી, ગઢકડા, મેઘપર
૧૪ સપ્ટેમ્બરના રોજ વાનાણા ક્લસ્ટર હેઠળના ગામો આંબરડી ડેરી, નંદાણા, વનાણા, ઇશ્વરીયા, આંબરડી મેઘપર, કડબાલ, મેલાણા, આંબરડી મેવાસા
૧૬ સપ્ટેમ્બરના રોજ વાંસજાળીયા ક્લસ્ટર હેઠળના ગામો સખપુર, તરસાઇ, વાંસજાળીયા, ઉદેપુર, સતાપર, વડવાળા, મહિંદી, પાટણ, અમરાપર, પરડવા, નાળીયેરો નેસ
૧૭ સપ્ટેમ્બરના રોજ જામવાડી ક્લસ્ટર હેઠળના ગામો ચુર, બાલવા, માલવડા, સિદસર, જામવાડી, ગોંગણી, બાવીસી કોટડા, વસંતપુર
૧૮ સપ્ટેમ્બરના રોજ સમાણા ક્લસ્ટર હેઠળના ગામો વીરપુર, બાવડીદડ, સમાણા, લુવારસર, દલદેવળીયા, નરમાણા, સોગઠી, શેઠવડાળા
૧૯ સપ્ટેમ્બરના રોજ ધ્રાફા ક્લસ્ટર હેઠળના ગામો ભરડકી, કલ્યાણપુર, ભરડ મોટી, મેથાણ, જસાપર, ધ્રાફા, ગોરખડી
૨૨ સપ્ટેમ્બરના રોજ મોટા વડિયા ક્લસ્ટર હેઠળના ગામો વેરાવળ, બમથીયા, ભોજાબેડી, હોથીજી ખડબા, સોન વડિયા, મોટા વડિયા, રબારીકા, લલોઇ
૨૪ સપ્ટેમ્બરના રોજ સડોદર ક્લસ્ટર હેઠળના ગામો આંબરડી જામ, આંબરડી ભુપત, ચિરોડા મુળુજી, લલોઇ, સખપુર ધ્રાફા, વાલાસણ, સડોદર, ચિરોડા સંગ, બગધરા, માડાસણ, બુટાવદર ગામના લોકો સેવાસેતુનો લાભ લઈ શકશે.
તા ૦૧ ઓકટોબરના રોજ દ્વિતીય તબક્કમાં યોજાનાર સેવા સેતુ જેમાં ઝીણાવારી ક્લસ્ટર હેઠળના ગામો કરશનપર, મોટીગોપ, ઝીણાવારી, ઘેલડા, ધુનડા, કોઠાાવિરડી, ગઢકડા, મેઘપર
૦૩ ઓકટોબરના રોજ નંદાણા ક્લસ્ટર હેઠળના ગામો આંબરડી ડેરી, નંદાણા, વનાણા, ઇશ્વરીયા, આંબરડી મેઘપર, કડબાલ, મેલાણા, આંબરડી મેવાસા
૦૫ ઓકટોબરના રોજ સતાપર ક્લસ્ટર હેઠળના ગામો સખપુર, તરસાઇ, વાંસજાળીયા, ઉદેપુર, સતાપર, વડવાળા, મહિંદી, પાટણ, અમરાપર, પરડવા, નાળીયેરો નેસ
૦૭ ઓકટોબરના રોજ વસંતપુર ક્લસ્ટર હેઠળના ગામો ચુર, બાલવા, માલવડા, સિદસર, જામવાડી, ગોંગણી, બાવીસી કોટડા, વસંતપુર
૦૯ ઓકટોબરના રોજ નરમાણા ક્લસ્ટર હેઠળના ગામો વીરપુર, બાવડીદડ, સમાણા, લુવારસર, દલદેવળીયા, નરમાણા, સોગઠી, શેઠવડાળા
૧૨ ઓકટોબરના રોજ કલ્યાણપુર ક્લસ્ટર હેઠળના ગામો ભરડકી, કલ્યાણપુર, ભરડ મોટી, મેથાણ, જસાપર, ધ્રાફા, ગોરખડી
૧૪ ઓકટોબરના રોજ રબારીકા ક્લસ્ટર હેઠળના ગામો વેરાવળ, બમથીયા, ભોજાબેડી, હોથીજી ખડબા, સોન વડિયા, મોટા વડિયા, રબારીકા, લલોઇ
૧૬ ઓકટોબરના રોજ બગધરા ક્લસ્ટર હેઠળના ગામો આંબરડી જામ, આંબરડી ભુપત, ચિરોડા મુળુજી, લલોઇ, સખપુર ધ્રાફા, વાલાસણ, સડોદર, ચિરોડા સંગ, બગધરા, માડાસણ, બુટાવદર ગામના લોકો સેવાસેતુના દ્વિતીય તબક્કાનો લાભ લઈ ઘર આંગણે સરકારી સુવિધાઓનો લાભ મેળવી શકશે.
આ ક્લસ્ટરોમાં મુખ્ય ગામ ઉપરાંત આસપાસના અનેક સંકળાયેલા ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ ગ્રામજનોને એક જ સ્થળેથી સરકારી સેવાઓનો લાભ મળી શકે.
‘સેવાસેતુ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તાલુકા કે જિલ્લા કચેરીના વારંવાર ધક્કા ન ખાવા પડે અને તેમના નજીકના સ્થળે જ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ બને તેવો છે. ક્લસ્ટર આધારિત આયોજનના કારણે મુખ્ય ગામની સાથે જોડાયેલા આસપાસના ગામોના નાગરિકો પણ કાર્યક્રમનો લાભ મેળવી શકશે.
સેવાસેતુ કાર્યક્રમમાં આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નામ કે અન્ય વિગતોમાં સુધારો કરવો, રેશનકાર્ડ સંબંધિત અન્ય સેવાઓ, વિવિધ પેન્શન યોજનાઓ, શિષ્યવૃત્તિ યોજનાઓ, પ્રી-મેટ્રિક તથા પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ સહિતની નાગરિકલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 
જામજોધપુર તાલુકાના નાગરિકોને પોતાના ક્લસ્ટર માટે નિર્ધારિત તારીખે સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ સેવાઓનો લાભ લેવા જામજોધપુર મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે

(5:47 PM IST)