<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની સાતમી પુણ્‍યતિથિએ ડાઇંગ એસો, સીટી કાઉન્‍સિલ દ્વારા સેવાકાર્યો યોજાશે

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૦: આજીવન જેમણે લોકોના પ્રશ્‍નોને વાચા આપી તેમજ ધાર્મિક સ્‍થાનો ઉપર ભવ્‍યાતિ ભવ્‍ય બિલ્‍ડિંગો બનાવવા અને સેવાને પોતાનો જીવન મંત્ર બનાવ્‍યો હતો તેવા સૌના પ્રેરણાષાોત,અને ખેડૂત નેતા પૂર્વ સાંસદ ગૌ.વા.વિઠલભાઈ રાદડિયાની વસમી વિદાયને સાત વર્ષ થવા છતાં લોકોના હ્યદયમાં આજે પણ  તેના કાર્યો થકી જીવંત છે.  સાતમી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે અનેકાનેક સેવા પ્રકલ્‍પોનું આયોજન થઈ રહ્યું છે. સ્‍વ.વિઠ્ઠલભાઈ રાદડીયા ની સાતમી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે આગામી તા.૨૯-૦૭-૨૬ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી લેઉવા પટેલ સમાજ, ધોરાજી રોડ ખાતે સેવારૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સર્વેના સુભગ સમન્‍વયથી પંથકના દરિદ્રનારાયણોની સેવા માટે મેગા સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરેલ છે, આ કેમ્‍પમાં રાજકોટની ખ્‍યાતનામ ઓમેગા હોસ્‍પિટલ-આઇ.સી.યુ અને ટ્રોમા સેન્‍ટરનાં અલગ-અલગ વિભાગનાં ૧૭ ડોક્‍ટર પોતાની સેવા આપશે.

સ્‍વ.વિઠ્ઠલભાઈની કંડારેલ સેવાની રાહ ઉપર લોકસેવાની જ્‍યોતને ઝળહળતી રાખવાનું જેમણે બીડું ઝડપ્‍યું છે એવા યુવા નેતા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાની અધ્‍યક્ષતામાં અને સંસ્‍થાનાં લિડર જયંતિભાઇ રામોલીયા તેમજ વી.ડી.પટેલનાં માર્ગદર્શન તળે કેમ્‍પનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સર્વ રોગ નિદાન કેમ્‍પને સફળ બનાવવાં સંસ્‍થાનાં પુર્વ પ્રમુખ ગજેરા પ્રવિણભાઇ, નંદાણિયા પ્રવિણભાઇ, વોરા અરવિંદભાઇ પ્રમુખ મનિષભાઇ પંડ્‍યા, સેક્રેટરી વિનોદભાઇ કપુપરા તેમજ પ્રોજેક્‍ટ ચેરમેન સવજીભાઇ બુટાણી, તનસુખભાઇ હિરપરા જેહમત ઉઠાવી રહ્યા છે. આ સર્વ રોગ નિદાન કેમ્‍પનો લાભ જેતપુર અને તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારનાં લોકોને બહોળી સંખ્‍યામાં લે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

(2:39 PM IST)