તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સાવરકુંડલા પાસે સર્જાયેલ અકસ્માત બાદ સેવાકાર્ય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪: સાવરકુંડલા અને અમરેલી ની વચ્ચે બરોબર શેત્રુજી ના પુલ પાસે ત્રણ દિવસ પહેલા કાળમુખો અકસ્માત સર્જાયેલ હતો આ ભયંકર અકસ્માતમાં મોટર સાયકલ સવાર પતિ પત્ની અને બે બાળકો સહિત ચાર અને એસ ટી ડ્રાઈવર સહિત પાંચ શખ્સોના મળત્યુ થયેલ હતા જેમાં અકસ્માત થયો ત્યારે સેવા ભાવિ લોકો ધટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરવા વાળા એ ખૂબ જ અને પ્રસંશનીય કામગીરી કરેલ હતી.
સાવરકુંડલા તાલુકા નું ધજડી ગામના ચિગારભાઈ રાઠોડે એસટીના ડ્રાઈવર મેહુલભાઈ વાળા ની ખૂબ જ સેવાઓ કરી હતી અને તેમના. છાતીના ભાગે પંપીગ કરવા લાગેલ હતા અને ત્યાર બાદ તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા માટે ગાડી માં પણ બેસાડી દેવા માં આવેલ હતા અને સ્થળ ઉપર.ઈજા ગ્રસ્તોને મદદ કરવા સેવા કરી હતી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
