News of Wednesday, 15th April 2026
રાજકારણમાં સેવા કે મેવા? કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોનો રાફડો : 448 બેઠક માટે 8000થી વધુ દાવેદારો
સરકારની ગ્રાન્ટ અને ઉદ્યોગો વધ્યા બાદ લોકોમાં પાવર પોલિટિક્સની પસંદગી વધી : આજે ચિત્ર થશે સ્પષ્ટ : રોડ, પાણી, ગટર અને ગંદકીની સમસ્યાઓ એ જ રહે છે, પરંતુ મોટાભાગના ઉમેદવારોની સંપત્તિ વધી જાય છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : રાજકારણ શા માટે? તમારી પાસે મત માંગવા આવનાર ઉમેદવારને જાગૃત મતદાર તરીકે આ પ્રશ્ન જરૂર કરજો. જોકે, દરેક પક્ષના ઉમેદવારનો જવાબ મોટે ભાગે એક જ હશે — અમારે લોકોની સેવા કરવી છે. અલબત્ત એ વાત અલગ છે કે, 5 વર્ષ બાદ લોકોની સુખાકારીની સુવિધા કરતા સમસ્યાઓ વધે છે. રોડ, પાણી, ગટર અને ગંદકીની સમસ્યાઓ એ જ રહે છે, પરંતુ મોટાભાગના ઉમેદવારોની સંપત્તિ વધી જાય છે.
ચૂંટાયા બાદ સેવા કે મેવા? એ પ્રશ્નનો જવાબ ઉમેદવાર પાસેથી મતદાર જાતે જ મેળવશે તો આવનારા સમયમાં ચોક્કસ જાગૃતિ આવશે. હાલ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની 448 બેઠક માટે 8000થી વધુ ઉમેદવારોની દાવેદારી નોંધાઈ છે. આ આંકડો જ સૂચવે છે કે રાજકારણ પ્રત્યે લોકોનો રસ કેટલો વધ્યો છે.
સરકાર દ્વારા પંચાયત અને સુધરાઈને અપાતી ગ્રાન્ટમાં કરોડો રૂપિયાનો વધારો તેમજ જિલ્લામાં વધતા ઔદ્યોગિક વિકાસ બાદ લોકોમાં પાવર પોલિટિક્સનો ખેલ વધ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની આજે અંતિમ તારીખ હોવાથી આજે સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર ક્લિયર થઈ જશે અને ખરેખર મેદાનમાં કોણ રહેશે તે સ્પષ્ટ થશે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
