તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
કચ્છના સામખિયારી ખાતે પદયાત્રીઓ માટે પૂર્વ કચ્છ પોલીસનો સેવા કેમ્પ શરૂ
માતાના મઢ જતા માઈભક્તો માટે રહેવા, ભોજન-નાસ્તો, સ્નાન તથા મેડિકલ સહિતની સુવિધા ઉપલબ્ધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ : આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શનાર્થે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ, સાયકલ સવારો તથા અન્ય યાત્રાળુઓ આવે છે. યાત્રાળુઓની સુખાકારી અને સલામતીને ધ્યાનમાં રાખી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છના પ્રવેશદ્વાર સામખિયારી ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ સેવા કેમ્પનો પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, સ્નાન-ધોવાની, ભોજન, નાસ્તા તેમજ મેડિકલ સારવાર સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પદયાત્રીઓને કોઈ અગવડ ન પડે અને તેમની યાત્રા સુરક્ષિત તથા સુખદ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે ભચાઉના ડીવાયએસપી સાગર સાંબડા, સામખિયારી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ઝાલા સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
