તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 2nd October 2026
મોરબીના સેવાભાવીઓ દ્વારા ભુજ નજીક માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ.
ગુંગણ યુવા ગ્રુપ માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ગ્રીન ચોક, સાંકડી શેરીના સેવાભાવીઓ દ્વારા ૧૬ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષ પણ તા. ૦૪ થી ૦૭ સુધી ભુજથી ૧૩ કિમી નજીક દુધઈ રોડ, કંઢેરાયના પાટિયા પાસે, પધ્ધર ગામની બાજુમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે.
૧૬ વર્ષથી કેમ્પ સેવા કાર્યરત અને ૮ વર્ષ વાહન સેવા આપનાર સેવા કેમ્પમાં ભોજન, ચા નાસ્તો, પાણી, આરામ માટે વ્યવસ્થા અને પ્રાથમિક તબીબી સારવાર ઉપલબ્ધ રહેશે સેવા કેમ્પને સફળ બનાવવા સંસ્થાના અશ્વિનભાઈ ઉભડીયા, હિમાંશુ પારેખ, પ્રફુલભાઈ પાટડીયા, પારસ પટેલ અને મનુભાઈ બરાસરા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
સતત છેલ્લા ૧૮ વર્ષ થી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ નુંઆયોજન કરવામાં આવે છે.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ કેમ્પ નું આયોજન છે. કેમ્પ ૩૦/૦૯/૨૦૨૬ થી લઈને પદયાત્રીઓ ભકતો પધારશે ત્યાં સુધી કેમ્પ શરુ રહેશે.આ કેમ્પ આ વર્ષે માળિયા હાઇવે પર દાદાશ્રીનગરથી આગળ રામાધણી હોટેલ ગ્રાઉન્ડ માં યોજાયેલ છે
આ સેવા કેમ્પ માં વિનામૂલ્યે જમવાનું,ચા,પાણી,નાસ્તો,રોકાણ ,મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા ગુંગણ યુવા ગ્રુપ તરફ થી અપિલ કરવામાં આવે છે.
સંપર્ક નંબર:-
દિગુભા જાડેજા (૯૭૧૪૫૩૦૫૧૧)
દેવેન્દ્રસિંહ જાડેજા(૭૯૯૦૨૧૮૧૫૯)
કુલદીપસિંહ જાડેજા
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
