News of Friday, 2nd October 2026
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત: બે લોકોના ઘટના સ્થળે જ મોત
અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટ્યા અને ટ્રાફિક જામ થયો: પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, વડોદ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ બાઈક સવાર બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, બંને યુવકોને બચાવી શકાયા નહોતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
અકસ્મતમાં જીવ ગુમાવનારા બંને યુવકો વડોદ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકોની ઓળખ પરેશ રણછોડભાઈ વાઘરોડિયા અને અનિલ રાજુભાઈ વાધરોડિયા, બંને રહે. વડોદ તરીકે થઈ છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
અકસ્માની ઘટનાની જાણ થતાં વડોદ ગામ સહિત આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી કરી હતી. સાથે જ બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કારચાલકની ભૂમિકા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
