<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

માણસની અંદર કળતજ્ઞતાનો ભાવ ધીમે-ધીમે સમાપ્‍ત થઈ રહ્યો છે :‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝા

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઈશ્રી' શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્‍યમાં ગુરૂપૂર્ણિમાં મહોત્‍સવ ઉજવાયો : શ્રીહરિ મંદિરમાં ધ્‍વજાજીનું પૂજન-અર્ચન, શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્‍વજારોહણ : પૂ. ભાઈશ્રી દ્વારા સભાગળહમાં ભગવાન વ્‍યાસજી, શ્રીકળષ્‍ણ અને શંકરાચાર્યાજીનું વિધિવત પૂજનઃ પૂ. ભાઈશ્રી અને ભક્‍તો દ્વારા ગુરૂપાદુકાપંચકનો પાઠ : ગુરૂપૂર્ણિમાના અવસરે પોરબંદરના ધારાસભ્‍ય તથા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ચેતનાબેન તિવારી સહિતના ઉપસ્‍થિત : શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન

સાંદીપનિના શ્રીહરિ મંદિરમાં તા.૩૧-૦૭-૨૦૨૬, થી તા.૨૮-૦૮-૨૦૨૬ સુધી પ્રતિદિન સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૦૦ સુધી અવનવા શળંગાર સાથે ભગવાન બાલકળષ્‍ણના હિંડોળા ઝાંખીના દર્શન થશે.. આપ સૌ ભાવિકોને હિંડોળા ઝાંખીના દર્શનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. હિંડોળા ઝાંખીના મનોરથની વધુ વિગત માટે આપ ૯૦૯૯૯ ૬૬૨૬૦ પર સંપર્ક કરી શકો છો. 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૧: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાના સાન્નિધ્‍યમાં ગુરુપૂર્ણિમા મહોત્‍સવ દિવ્‍ય અને તોહમય વાતાવરણમાં ઉજવાયો. વહેલી સવારે શ્રીહરિ મંદિરમાં ધ્‍વજાજીનું પૂજન-અર્ચન કરીને શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્‍વજારોહણ સંપન્ન થયું. ત્‍યાર બાદ પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા સભાગળહમાં ભગવાન વ્‍યાસજી, શ્રીકળષ્‍ણ અને શંકરાચાર્યાજીનું વિધિવત પૂજન કરવામાં આવ્‍યું. પૂજન બાદ પૂજ્‍ય ભાઈશ્રી અને શ્રીહરિના ભક્‍તોના દ્વારા ગુરૂપાદુકાપંચકનો પાઠ કરવામાં આવ્‍યો અને સંકીર્તન કરવામાં આવ્‍યું. પૂજ્‍ય ભાઈશ્રીએ આ મંગલમય અવસરે ઉપસ્‍થિત સૌ શ્રીહરિભક્‍તોને સદુપદેશ આપ્‍યો હતો. આ સાથે ગુરુપૂર્ણિમા મહોત્‍સવના મુખ્‍ય મનોરથી દ્વારા વિધિવત્‌ ગુરુપૂજન કરવામાં આવ્‍યું હતું. આ શાષાોક્‍ત અનુસાર સમગ્ર પૂજાવિધિ યજ્ઞસેના ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા ગુરૂપૂર્ણિમા દિનવિશેષ સંદેશ આપવામાં આવ્‍યો હતો. ‘પૂ ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ જણાવ્‍યું હતું કે  આપણા સાધકોના અધ્‍યાત્‍મ અને સાધના જગતમાં જો સૌથી મહત્‍વપૂર્ણ કોઈ પર્વ હોય તો તે આજનો દિવસ છે. આપણા પ્રારબ્‍ધના કારણે આપણને આ સંસારમાં આવવું પડ્‍યુ પ્રારબ્‍ધ અનુસાર શરીરની પ્રાપ્તિ થઈ, એક વંશ પરંપરા પ્રાપ્ત થઈ. ત્‍યારે આ શરીર આપણને જેમનાથી પ્રાપ્ત થયું છે, તે માતા-પિતાને આપણે પ્રથમ ગુરૂના રૂપમાં જોઈએ છીએ. ‘માતળદેવો ભવ, પિતળદેવો ભવ'.

જેવી રીતે માતા બાળકને શીખવે છે અને રક્ષા કરે છે તેવી રીતે ગુરૂ પણ શીખવે અને રક્ષા કરે છે. ગુરૂ બચાવે છે, બતાવે છે કે આમ ન કરો, આમ કરો, આમાં તમારૂ કલ્‍યાણ છે. તો માતા અને પિતા આ પ્રથમ ગુરૂ છે. માતા અને પિતા બંને સાવધાન થઈને રક્ષા કરે છે. શરીર આપનારા, જન્‍મ આપનારા, પાલન-પોષણ કરનારા માતા-પિતા પ્રત્‍યે આપણે કળતજ્ઞ  છીએ અને પછી ‘આચાર્ય દેવો ભવઃ'.

પૂજ્‍ય ભાઈશ્રીએ નજીકના સમયમાં થયેલી ઘટનાઓથી ચિંતિત થઈને જણાવ્‍યું કે આજકાલ હું જે જોઈ રહ્યો છું, સૌથી મોટી ચિંતા જો કોઈ હોય તો માણસની અંદરથી કળતજ્ઞતાનો ભાવ ધીમે-ધીમે સમાપ્ત થઈ રહ્યો છે. તે ગ્રેટીટયુડ. ન તો પોતાના મા-બાપ પ્રત્‍યે, ન પોતાના પરિવાર પ્રત્‍યે, ન સમાજ પ્રત્‍યે. ફરિયાદો છે, માંગણીઓ છે, આંદોલન છે. પરંતુ પોતાના પરિવાર પ્રત્‍યે જે પોતાની જવાબદારી છે, પોતાના સમાજ પ્રત્‍યે પોતાની જે જવાબદારી છે, જે રાષ્‍ટ્રના તમે નાગરિક છો, તે રાષ્‍ટ્ર પ્રત્‍યે, તેના બંધારણ પ્રત્‍યે, તે સંસદ પ્રત્‍યે જે આદર હોવો જોઈએ. વિતેલા દિવસોમાં જે કંઈ થયું, જેનેરેશન-ઝેડ (Gen-Z) ની પણ ચિંતા થાય છે કે પરીક્ષાઓની આ સ્‍થિતિ હોય અને તેમનું ભવિષ્‍ય આ પ્રકારે, આ ન થવું જોઈએ. તે સુનિヘતિ કરવું જોઈએ શાસન-પ્રશાસનની અંદર બેઠેલા જે મહાનુભાવો છે તેમના દ્વારા, તે બધી વ્‍યવસ્‍થા સુચારુ રૂપે ચાલે, આ જવાબદારીપૂર્વક સુનિヘતિ કરવું જોઈએ. કંઈક માંગો પણ જે રીતે તમે માંગો છો, ગુસ્‍સો કરો પણ જે રીતે તમે ગુસ્‍સો કરો છો, આક્રોશ પ્રગટ થાય પણ આક્રોશનું તે સ્‍વરૂપ કેવું છે, તે તમારા સંસ્‍કાર પર નિર્ભર કરે છે. 

હવેના સમયમાં તો બાળકો ભણાવવાનું જ નથી, તેમને શીખવવાની વાત કયાં છે. શીખે છે તેઓ. શિક્ષક પાસે જેટલું નથી, તે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સથી તેઓ પ્રાપ્ત કરી લે છે. જો કે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સમાં એટલો પણ ભરોસો ન હોવો જોઈએ કે તે જેટલું કંઈ તમને આપી રહ્યું છે, તે બધું સાચું છે, બધું ઓથેન્‍ટિક છે. અને AI વાળા પણ પોતે એવો દાવો નથી કરતા કે બધું જ સાચું હોય, એવું માનીને ચાલતા નહીં. પરંતુ જાણકારીની જ્‍યાં સુધી વાત છે, ઉપલબ્‍ધ છે. પરંતુ ચરિત્ર નિર્માણ તો ગુરુ વિના કોઈ ન કરી શકે.

ચરિત્ર નિર્માણ એટલે તમે કયા પ્રકારના માણસ બનશો ? આ રામકથાનું  એટલા માટે આપણે ગાન કરી રહ્યા છીએ કે આપણું ચરિત્ર તે અનુસાર બને. એટલા માટે આપણે ગાન કરીએ છીએ શ્રીમદ્‌ ભાગવતનું કે તે પ્રેમ, તે સમર્પણ, તે ત્‍યાગ શીખવે છે. તપ મહાન છે, તપની મહિમા શાષાોએ પણ કરી છે. પરંતુ તપથી પણ વધારે મહત્‍વપૂર્ણ જો કંઈ હોય તો તે છે ત્‍યાગ. કારણ કે તપ રાક્ષસો પણ કરે છે અને તપ કરીને રાક્ષસો પણ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. હિરણ્‍યકશિપુએ તપ કર્યું, રાવણ-કુંભકર્ણે તપ કર્યું, મોટા-મોટા રાક્ષસો દ્વારા ઘોર તપ થયું, તેનું વર્ણન પુરાણોમાં છે. અને તપ દ્વારા તેમણે સિદ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી. પરંતુ તે કેરેક્‍ટર (ચરિત્ર) નહોતું, એટલા માટે સિદ્ધિઓનો ઉપયોગ જનતાને દુઃખી કરવામાં, પોતાનો સ્‍વાર્થ, પોતાની સત્તા, પોતાનું સુખ, પોતાનો ભોગ. મહત્‍વ ત્‍યાગનું  છે.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુ પૂર્ણિમાના અવસરે પોરબંદરના ધારાસભ્‍ય તથા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ચેતનાબેન તિવારી પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને પૂજ્‍ય ભાઈશ્રીને ણામ નિવેદિત કર્યા હતા. આ સાથે આ અવસરે દેશ-વિદેશ અને પોરબંદર શહેરથી અનેક ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા. સૌ ભાવિકોએ શ્રીહરિ મંદિરના દર્શન કર્યા હતા અને પૂજ્‍ય ભાઈશ્રીને પ્રણામ પાઠવ્‍યા હતા.

(10:54 AM IST)