<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથીએ એકોર્ડ ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન.

સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કીટ હાઉસ સુધીના રોડ ઉપર આ મહાસફાઇ અભિયાન હાથ ધરાયુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સિરામિક મેન્યુ એસોસિએશનના પુર્વ પ્રમુખ એકોર્ડ ગૃપના ફાઉન્ડર ચેરમેન તેમજ સમાજસેવક સ્વ. નરભેરામભાઇ માવજીભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિએ એકોર્ડ ગૃપ દ્વારા મહાસફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

દિવાળી પર્વ દરમિયાન મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી સર્કીટ હાઉસ સુધીના રોડ ઉપર આ મહાસફાઇ અભિયાન ચાલી રહ્યું છે. જેસીબી મશીન , ટ્રેક્ટર તેમજ બહોળી સંખ્યામાં સરડવા પરિવારના સભ્યો સાથે ફેક્ટરીના શ્રમિકો પણ જોડાયા છે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગિતાબેન રૈયાણી તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ના ચેરમેન રમાબેન કેતનભાઈ બોપલિયા સાથે સિરામિક મેન્યુ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાતના માર્ગદર્શનથી આ અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનને સફળ બનાવવા ખીમજીભાઈ સરડવા,ચતુરભાઇ સરડવા, ભરતભાઈ સરડવા, કિશોરભાઈ સરડવા તેમજ સાગરભાઇ સરડવાની સાથે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી છે.

(12:25 PM IST)