News of Tuesday, 14th July 2026
મહુવામાં સિકયુરિટી ગાર્ડની હત્યાઃ ભંગારની લારી લઈ જવા ના પાડતાં મધરાતે પથારીમાં જ ઢીમ ઢાળી દીધું!

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૧૪ : મહુવામાં ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિકયુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે.
માહિતી અનુસાર ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ નામનો શખસ ભંગારની લારી લઈને મહુવાની ભવાની રેસિડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે ફરજ પર તહેનાત સિકયુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈ (ઉં. વ.૬૮) તેને સોસાયટીની અંદર જવાની ના પાડી હતી. સોસાયટીમાં પ્રવેશ ન મળતા ગૌરાંગે સિકયુરિટી ગાર્ડ પ્રત્યે અદાવત રાખી હતી. આ જ બાબતની દાઝ રાખીને તે મધરાતે પથારીમાં જ રાજેન્દ્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મળતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ગુનો નોંધી આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
