<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ઉત્તરકાંડમાં છે જીવનના ઉત્તરકાળનું રહસ્‍યઃ પૂ.ભાઈશ્રી

પોરબંદર સાંદીપનિ નિકેતનમાં ૪૫મા શારદીય નવરાત્રિ મહોત્‍સવની ભવ્‍ય પૂર્ણાહુતિ નવ દિવસ સુધી રામચરિત માનસ પઠન અને ભક્‍તમાલ કથાનું રસપાન, દુર્ગાષ્ટમીએ પંચકુંડીય યજ્ઞ અને અન્નકૂટ દર્શન, દેશ-વિદેશના હજારો ભાવિકો ઉમટયાઃ પૂ.રમેશભાઈ ઓઝાની આગેવાનીમાં વિવિધ સેવાકાર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૦: પોરબંદરના આંગણે આવેલા સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલી રહેલા ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ  ૨૦૨૬ ની સોમવારે ભવ્‍ય રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી ચાલી રહેલા ૪૫મા નવ દિવસીય શ્રીરામચરિત માનસ પઠન અનુષ્ઠાન તથા વૃંદાવનથી પધારેલા પરમ પૂજ્‍ય બિહારીદાસ ભક્‍તમાલીજીના શ્રીમુખેથી ચાલી રહેલી શ્રીભક્‍તમાલ કથા બંનેનો એક સાથે વિરામ કરવામાં આવ્‍યો હતો.

નવમા અને અંતિમ દિવસના પ્રારંભ પૂર્વે પૂજ્‍ય ભાઈશ્રીએ શ્રીરામચરિત માનસના ઉત્તરકાંડનું મહત્‍વ દર્શાવતા જણાવ્‍યું હતું કે, રામજીના રાજ્‍યાભિષેકથી લઈને રામરાજ્‍ય કેવું હોય, આદર્શ શાસન વ્‍યવસ્‍થા કેવા પ્રકારની હોય, રાજધર્મ કેવો હોય, આદર્શ રાજા કેવા હોય, પ્રજાનું કર્તવ્‍ય શું હોય? જો સુખી થવું હોય તો તમારી ઈચ્‍છા વગર તમને કોઈ સુખી કરી શકે નહીં એ વાત પાક્કી છે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્ઞાન અને અધ્‍યાત્‍મની વિશેષ ચર્ચા ઉત્તરકાંડમાં છે. જ્ઞાનદીપક અને ભક્‍તિમણિની ચર્ચા પણ ઉત્તરકાંડમાં છે. કામ, ક્રોધ અને લોભ આ ત્રણ દોષ જેમ શરીરમાં વાત, પિત્ત અને કફ છે એ રીતે માનસિક દોષ છે. કાગભૂસુંડીજીના ચરિત્ર દ્વારા પણ નિર્ગુણ-સગુણ ઉપાસકો માટે માર્ગદર્શન છે. શ્રીરામચરિત માનસના ઉત્તરકાંડની આ યાત્રા નિヘતિરૂપથી જીવનના ઉત્તરકાળને સિદ્ધિપ્રદ બનાવી શકે છે.

પાઠના વિરામ સમયે પૂજ્‍ય ભાઈશ્રીએ ૪૫મું વાઙ્ભય પુષ્‍પ પ્રભુ શ્રીરામભદ્રના ચરણોમાં સમર્પિત કરતા જણાવ્‍યું કે, પરામ્‍બા મા ભગવતી કરુણામયીની કૃપાથી તેની છત્રછાયામાં બેસીને આપણે સાતત્‍યતાથી આ અનુષ્ઠાનનો લાભ લઈ રહ્યા છીએ. આ ૪૫મો પડાવ ખૂબ મહત્‍વપૂર્ણ છે કારણ કે પૂર્ણાંક છે,

પૂજ્‍ય ભાઈશ્રીએ જણાવ્‍યું કે, મા ભગવતીની કૃપાથી આ વર્ષના અનુષ્ઠાનના મુખ્‍ય મનોરથી તરીકે ગં.સ્‍વ. કાંતાબેન સૂચક તથા શ્રી સંજયભાઈ સૂચક અને પરિવારને સેવાનો લાભ પ્રાપ્ત થયો છે. આરતી બાદ મનોરથી પરિવાર દ્વારા પૂજ્‍ય ભાઈશ્રીનું ભાવપૂજન કરવામાં આવ્‍યું હતું અને પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા અભિનંદન પત્ર આપી પરિવારનું સન્‍માન કરાયું હતું. સાથે જ સમગ્ર અનુષ્ઠાન દરમ્‍યાન સેવા આપનાર તમામ મનોરથીઓ, સાંદીપનિ પરિવારના દેશ-વિદેશના ભક્‍તો, ટ્રસ્‍ટીઓ, ગુરુજનો, સેવક ઋષિઓ અને ઋષિકુમારોને યાદ કરી બિરદાવ્‍યા હતા.

શારદીય નવરાત્રિના આઠમા નોરતે મહાગૌરીના આરાધના દિવસે, હવનાષ્ટમીના પાવન અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં રીચ્‍યુલ ટીમ દ્વારા સંપૂર્ણ વેદોક્‍ત-શાષોક્‍ત વિધિવિધાન સાથે પંચકુંડીય દુર્ગા સપ્તશતીપાઠપૂર્વક હોમાત્‍મક યજ્ઞ સંપન્ન કરાયો હતો. ઋષિકુમારો દ્વારા દુર્ગાસપ્તશતીના શ્‍લોકો સાથે વિવિધ દ્રવ્‍યો વડે આહુતિ અપાઈ હતી. પૂજ્‍ય ભાઈશ્રી પૂર્ણાહુતિમાં ઉપસ્‍થિત રહી હોમ અને આરતી કરી હતી.

એ જ દિવસે શ્રીહરિ મંદિરમાં કરુણામયીમાને અન્નકૂટ ભોગ અર્પણ કરાયો હતો અને સાંજે ૦૭:૦૦ વાગ્‍યે અન્નકૂટ આરતી સંપન્ન થઈ હતી, જેનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.

અપરાホ સત્રમાં ચાલતી શ્રીભક્‍તમાલ કથાને પણ નવમા નોરતે વિરામ અપાયો હતો. વૃંદાવનના શ્રીશરણાગત આશ્રમથી પધારેલા પરમ પૂજ્‍ય શ્રી બિહારીદાસ ભક્‍તમાલીજીએ નાભાદાસજીકૃત અને પ્રિયદાસજીની ટીકા વાળી શ્રીભક્‍તમાલ કથા દ્વારા દિવ્‍ય સંતોના ચરિત્રોનું રસપાન કરાવ્‍યું હતું. સમાપને પૂજ્‍ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા મહારાજશ્રીનું સન્‍માન કરાયું હતું.

સમગ્ર અનુષ્ઠાન દરમ્‍યાન પોરબંદર સહિત દેશના વિવિધ શહેરો અને વિદેશથી ખૂબ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા, જ્‍યારે દરરોજ હજારો લોકો યુટ્‍યુબના માધ્‍યમથી જોડાયા હતા. સૌ હરિભક્‍તો માટે રહેવા અને પ્રસાદની વ્‍યવસ્‍થા સાંદીપનિ સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:57 PM IST)