<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

જૂનાગઢમાં સિંહ બાળની હત્‍યાના મામલે મુખ્‍ય શંકાસ્‍પદ શખ્‍સની તલાશ

રબારી નેસ નજીક ૭થી ૮ માસના ઇજાગ્રસ્‍ત સિંહ બાળનો મળતદેહ દેહ મળી આવ્‍યો હતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬: જૂનાગઢમાં સિંહ બાળની થયેલી હત્‍યાના મામલે વન વિભાગ અને પોલીસે મુખ્‍ય શંકાસ્‍પદ શખ્‍સની તલાશ હાથ ધરી છે.

જુનાગઢ વન વિભાગના ડુંગર દક્ષિણ રેન્‍જ હેઠળ આવતા અને જૂનાગઢ શહેર પાસેના રબારી નેસ વિસ્‍તારમાંથી સિંહ બાળનો મળતદેહ મળી આવ્‍યો હતો. માથાના ભાગે લાકડીનો પ્રહાર કરી સિંહ બાળને મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યું હોવાનું પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલતા સિંહ બાળની હત્‍યા થઈ હોવાનું જણાયું હતું.

આ ઘટના મામલે વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવા એકત્ર કરી વન વિભાગ એ સિંહ બાળના શંકાસ્‍પદ મોતના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્‍યો છે.

વન વિભાગની પ્રાથમિક તપાસ આધારે રબારી મેચમાં રહેતો બાવન નામનો શખ્‍સ મુખ્‍ય શંકાસ્‍પદ તરીકે સામે આવ્‍યો છે.

આરોપીને પકડવા વન વિભાગ અને પોલીસની અલગ અલગ ટીમોએ સંયુક્‍ત તપાસ હાથ ધરી છે અને શખ્‍સના સંભવિત આશ્રય સ્‍થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.(

(12:09 PM IST)