તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
મહુવામાં મતદાન કરીને જતા યુવકની હત્યા કરનારા ૩ની શોધખોળ
અમરેલી જિલ્લાના રાજુલાથી મહુવા મતદાન કરવા આવેલા યુવકની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા થતા ખળભળાટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૭: લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે જ મહુવામાં લોહિયાળ ઘટના સામે આવી છે. રાજુલાથી મહુવા ખાતે મતદાન કરવા આવેલા એક યુવકની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે.
મળતક યુવક સમીર શાલેભાઇ યાફાઇ રાજુલાનો રહેવાસી હતો અને મહુવા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યો હતો. દરમિયાન જૂની અંગત અદાવતને લઈને આરોપીઓએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ મહુવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મતદાનના દિવસે જ બનેલી આ ઘટનાથી વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાયો છે.
પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
