તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
મોરબીના પીપળી રોડ પર સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં IT અને GSTની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન
છેલ્લા ત્રણ દિવસથી સતત તપાસ ચાલુ, બેનામી મિલકતો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે સઘન તપાસ હાથ ધરાઈ

(જયેશ ભટ્ટાસણા- પ્રવીણ વ્યાસ દ્વારા) ટંકારા-મોરબી તા.૨૫ : મોરબીના પીપળી રોડ ઉપર આવેલી સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ દરોડા છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહ્યા છે અને હાલમાં પણ તપાસની કાર્યવાહી યથાવત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર IT અને GSTની ટીમો દ્વારા કંપનીના હિસાબી ચોપડા, બિલિંગ, સ્ટોક, બેંક વ્યવહારો સહિતના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બેનામી એન્ટ્રીઓ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીને પગલે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ અંગે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
