તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
સુરેન્દ્રનગરના ભંગાર વેપારીનું છરીની અણીએ અપહરણઃ એક કરોડની ખંડણી માગી, રૂપિયા ૧.૩૮ લાખ ઓનલાઇન પડાવ્યા, એક ઝડપાયો, બેની શોધખોળ ચાલુ

સુરેન્દ્રનગર, તા. ૫: વઢવાણ ઔદ્યોગિક વસાહતમાં ભંગારનો ડેલો ચલાવતા જોરાવરનગરના ૪૦ વર્ષના વેપારીનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આરોપીઓએ છરી બતાવી વેપારીના ખાતામાંથી રૂપિયા ૧.૩૮ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા અને રૂપિયા ૪૦ હજારની સોનાની ચેઇન પણ લૂંટી લીધી હતી.
વેપારી પહેલી સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગ્યે બાઇક ઉપર ઘરે જતા હતા ત્યારે ગણેશ હીરો શોરૂમ નજીક કારે તેમને અટકાવ્યા હતા. કારમાં સવાર શખ્સોએ પોતાના સાથીને ઇજા થઈ હોવાનું કહી હોસ્પિટલ બતાવવાના બહાને વેપારીને કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ છરી બતાવી ફોન છીનવી લીધો અને આંખે પટ્ટી બાંધી અવાવરુ સ્થળે લઈ ગયા હતા. પૈસા પડાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરશો તો મારી નાખીશું તેવી ધમકી આપી વેપારીને મોડી રાત્રે છોડી મૂક્યા હતા. પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો નોંધી એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે બેની શોધખોળ ચાલુ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
