<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સુરેન્દ્રનગરના વઢવાણ GIDC વિસ્તારમાં ભંગારના વેપારીનું કારમાં સવાર ત્રણ શખ્સોએ અપહરણ કરી લૂંટ ચલાવી

આરોપીઓએ છરીની અણીએ વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી:વેપારીના ખાતામાંથી ઓનલાઈન ₹1.38 લાખ ટ્રાન્સફર કરાવ્યા:આશરે ₹40 હજારની સોનાની ચેન પણ લઈ ફરાર થઈ ગયા

સુરેન્દ્રનગરના વઢવાણ GIDC વિસ્તારમાં ભંગારના વેપારીનું કારમાં સવાર ત્રણ શખ્સોએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ છરીની અણીએ વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બાદમાં વેપારીના ખાતામાંથી ઓનલાઈન ₹1.38 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા અને આશરે ₹40 હજારની સોનાની ચેન પણ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ઝડપાયેલો એક આરોપી વેપારીનો જાણભેદુ હોવાનું પણ સામે આવ્યું છે.

(8:06 PM IST)